- પીએમ મોદી વિશ્વના લોકપ્રિય નેતા
- વિશ્વની અનેક મહાન હસ્તીઓને પાછળ મૂકી ફર્સ્ટ બન્યા
દિલ્હી- દેશનમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધતી જ જઈ રહી છએ માત્ર ભારતમાં જ નહી પરતું વિદેશમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા જોવા મળી છે પીએમ મોદી વિશઅવના લોકલાડીલા નેતાઓના એક છે.ત્યારે ફરી એક વખત પીએમ મોદીએ વૈશ્વિક લેવલે મોટી સફળતા હાંસલ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગના પીએમ મોદીએ બાજી મારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વખતે પણ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચનું સ્થાન મળ્યું છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ના સર્વે અનુસાર પીએમ મોદીને 78 ટકા રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા છે.
આ સહીત આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનન છઠ્ઠા નંબરે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 10મા નંબરે જોવા મળ્યા છે એટલે કે વિશઅવની મહાસત્તા ગણાતા અમેરિકાના નેતાને પણ પાછળ પછાડીને પીએમ મોદીએ આગવું સ્થાન બનાવ્યું છે.
આ રેટિંગમાં 100 ટકા લોકોમાંથી 4 ટકા લોકોએ તેમના વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી, જ્યારે 17 ટકા લોકોએ તેઓને નાપસંદ કર્યા છે. પરંતુ પીએમ મોદી 78 ટકા લોકોની પહેલી પસંદ બની ગયા છે.
બીજા સ્થઆનની જો વાત કરવામાં આવે તો સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 62 ટકા સાથે બીજા નંબરે છે જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રીજા નંબર પર છે.તો વળી આ વખતે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસને ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ચોથું સ્થાન મળ્યું છે. તેને 53 ટકાનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ મળ્યું છે.
આ સહીત ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 49 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે પાંચમા નંબર પર છે. આ વખતે પણ વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાના મામલામાં 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.અને પોતે પ્રથમ સ્થાન મેળવ્યું છે,ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે પીએમમોદીનો ડંકો વાગી રહ્યો છે.