- પીએમ મોદીએ વિઝન ઈન્ડિયા2047 ની તૈયારીના આપ્યા આદેશ
- દરેક મંત્રાલયો અને વિભાગને તૈયારી કરવાના નિર્દેશ
દિલ્હીઃ- પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોને લાંબા ગાળાના લક્ષ્યોને ઓળખવા અને આ દાયકાના પરિણામો પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સમયરેખા અને સિદ્ધિઓ સાથે ‘વિઝન ઈન્ડિયા@2047’ દસ્તાવેજ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
વિઝન ઈન્ડિયા @ 2047 ની પરિકલ્પના ગવર્નેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે આપેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદો વિભાગ આ માટે જરૂરી માળખાકીય અને સંસ્થાકીય સુધારાઓ સૂચવવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, શિક્ષણવિદો અને વૈજ્ઞાનિક સમુદાય સાથે શનિવારે બેઠક યોજવાના છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ કરશે.
આ યોજવામાં આવેલી બેઠકમાં અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે જેમ તે કેન્દ્રીય સચિવાલયના નિર્ણયોમાં કાર્યક્ષમતા વધારવા, લંબાયેલા કામ ઘટાડવા, અને મંત્રાલયો અને વિભાગોનું પુનર્ગઠન, નીતિઓ, જાહેર સેવામાં પારદર્શિતા અને જવાબદારી, અસરકારક એક્ઝિક્યુટિવ એજન્સીઓની રચના, સરકારમાં સુધારાની મૂળભૂત બાબતો, રાજ્યોમાં શાસનનું પ્રમાણ, 21મી સદીનું શાસન વ્યવસ્થાપન, નાગરિક- કેન્દ્રીય શાસન, રાજ્ય સચિવાલયો અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓમાં સુધારો, શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ અને ઉત્તમ સંસ્થાઓની સ્થાપના વગેરેનો સમાવેશ થાય છે
જે 15 ક્ષેત્રોના નિષ્ણાતો બેઠકમાં ભાગ લેશે તેમાં કેન્દ્રીય સચિવાલયના અધિકારીઓ, ભૂતપૂર્વ ડિઓપીટી સચિવો, આઈઆઈટી અને આઈઆઈએમના કેટલાક ડિરેક્ટર્સ, ASCI અને સ્કીલ બિલ્ડીંગ કમિશનનો સમાવેશ થાય છે.