- પીએમ મોદીએ નવા સંસદ ભવનનીલીધી મુલાકાત
- દરેક કાર્યનું નિરિક્ષણ કર્યું
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારની સાંજે અચાનક દિલ્હી ખાતે બનેલા નવા સંસંદ ભવનની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે અહી ચાલી રહેલા જૂદા જૂદા કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે વર્ષ 2020મા શરુ થયલે સંસદનું નિર્માણ કાર્ય નવી શિયાળુ સત્ર માટે ઓક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નવી સંસદનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે.
નવું સંસદ ભવન ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઇમારત ભૂકંપ પ્રતિરોધક છે, જેની ડિઝાઇન ‘HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે.
આ સહીત પીએમ મોદીએ સંસંદમાં આવનારી બન્ને સુવિધાઓનું ખાસ નિરિક્ષણ કર્યું હતું,પીએમએ બાંધકામ કામદારો કે જેઓ ત્યા હાજર કરહીને કાર્ય કરી રહ્યા હતા તેઓ સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન સાથે આ સ્થળની મુલાકાતે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.આ પહેલા પીએમ મોદી સપ્ટેમ્બર 2021માં આ નવા સંસદ ભવનનું નિર્માણ જોવા આવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ અહીં લગભગ એક કલાક વિતાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી.
લોકસભા અને રાજ્યસભા માટે સૂચિત ચેમ્બરમાં વર્તમાન સ્થાન કરતાં વધુ સભ્યોને સમાવવા માટે મોટી બેઠક ક્ષમતા હશે, કારણ કે ભારતની વધતી જતી વસ્તી અને પરિણામે ભવિષ્યની સીમાંકન સાથે સાંસદોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ સંસંદ ભવન ખૂબ વિશા રુપમાં બનશે.