Site icon Revoi.in

પીએમ મોદીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Social Share

દિલ્હી: 2001માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 22મી વર્ષગાંઠ છે. 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 9 બહાદુર જવાનો શહીદ થયા હતા. હુમલાને અંજામ આપનારા તમામ પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આતંકવાદી હુમલાની વરસી પર દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પીએમ મોદી, લોકસભા સાંસદ ઓમ બિરલા, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે અને ઘણા સાંસદોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પ્રસંગે શહીદોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ શહીદોના પરિવારજનોને મળ્યા અને તેમના ખબર-અંતર પૂછ્યા અને તેમને સાંત્વના આપી.

સંસદ હુમલાની વર્ષગાંઠ પર બોલતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “2001ના આતંકવાદી હુમલામાં પોતાનો જીવ બલિદાન આપનારા બહાદુર સુરક્ષા જવાનોનો રાષ્ટ્ર હંમેશા ઋણી રહેશે.”

આજે સંસદના શિયાળુ સત્રના આઠમા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંસદ ભવન પર હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી.