Site icon Revoi.in

પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલી – ટ્વિટ કરીને લખ્યું કે ‘તેમના ઉચ્ચ બલિદાનને ક્યારેય નહી ભૂલાય’

Social Share

દિલ્હીઃ- આજે 14 ફેબ્રુઆરી પુલવામાં થયેલા હુમલાને 4 વર્ષનો સમય થયો ત્યારે તે દિવસને યાદ કરીને આજે પણ સૌ કોઈને આંખો નમ થાય છે ત્યારે આજના આ દિવસે પીએમ મોદીે શહીદોને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલી પાઠવી છે.

વર્ષ  2019 માં આ દિવસે પુલવામામાં સીઆરપીએના કાફલા પર આતંકવાદી હુમલામાં અનેક  જવાનો શહીદ થયા હતા ત્યારે આજે પીએમ મોદીએ જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે “આપણા એ વીર નાયકોને યાદ કરીે કે જેઓને આપણે એજ દિવસે પુલવામાં ગુમાવ્યા હતા અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં. તેમની હિંમત આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવાની પ્રેરણા આપે છે”

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 અને 14 ફેબ્રુઆરી એટલે કે આજના જ દિવસે એક આત્મઘાતી બોમ્બરે સીઆરપીએફના કાફલામાં હુમલો કર્યો, જેમાં 40 થી વધુ સૈનિકો માર્યા ગયા. જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા.

વધુમાં કહેવામાં આવ્યું છે કે અમને જણાવતા દુખ થાય છે કે આ અઠવાડિયે કોંસોર્ટના તમામ જાહેર  કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.  તે કાર્યક્રમોની તૈયારીમાં જોડાયેલા લોકોની માફી માંગે છે.