Site icon Revoi.in

પીએમ મોદીએ ગુરુ પૂર્ણિમાંના પર્વ પર દેશભરના શિક્ષકોને નમન કર્યા, કહ્યું, ‘ જ્ઞાન સંસ્કારનું પ્રતિક છે’

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આજે અષાઢી ગુરુ પૂર્ણિમાનો અવસર મનાવાઈ રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નેર્ન્દ્ર મોદીએ  શુભ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા.આજે સમગ્ર વિશ્વ ભગવાન બુદ્ધની આસ્થામાં વિશ્વાસ ધરાવે છે. જ્યાં જ્ઞાન છે ત્યાં પૂર્ણિમા છે. પીએમ મોદીએ કહ્યું કે જ્ઞાન સંસ્કારનું પ્રતીક છે. પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે “આપ સૌને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢી પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ”

આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુપૂર્ણિમા પર તમામ ગુરુજનોને નમન કર્યું હતું. ગૃહમંત્રી શાહે પણ ટ્વિટર દ્વારા ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, શાહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ગુરુ માત્ર એક શિક્ષક જ નથી, પરંતુ તેમના જ્ઞાનથી શિષ્યના તમામ દોષોને દૂર કરીને અને તેમને દરેક સંકટમાંથી બહાર કાઢીને માર્ગદર્શક પણ હોય છે. ”