Site icon Revoi.in

પીએમ મોદીએ શિક્ષક દિવસ પર સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આર્પણ કરી- કહ્યું ‘શિક્ષકોના અતૂટ સમર્પણને સલામ’

Social Share

દિલ્હીઃ આજરોજ 5 સપ્ટેન્બરના દિવસે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજનો આ શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાઘાકુષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે ત્યારે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર સર્વપલ્લી રાઘાકુષ્ણનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને શિક્ષકોના અતૂટ સનર્પણને સલામ બિરદાવી હતી.

પીએમ મોદીએ એક્સ જે અગાઉ ટ્વિટર હતું તેના પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને સોમવારે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારના વિજેતાઓ સાથેની તેમની વાતચીતથી સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો હતો. આ એવોર્ડ માટે દેશભરમાંથી કુલ 75 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

માહિતી પ્રમાણે શિક્ષક દિવસ નિમિત્તે પીએમ મોદીએ  રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાનને સલામ કરી અને પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી.ઉલ્લેખનીય છે કે  તામિલનાડુમાં 5 સપ્ટેમ્બર 1888ના રોજ જન્મેલા ડૉ. રાધાકૃષ્ણનને ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને મહાન ફિલસૂફ તરીકે ઓળખવામાં આવે છે અને તેમના સન્માનમાં આ દિવસને ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.