Site icon Revoi.in

પ્રથમ વખત દેશમાં 50 હજાર કરોડ રુપિયાના નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વિકસીત કરવાની યોજના – પીએમ મોદી

Social Share

દિલ્હી -દેશના  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ બુધવારે ભારતને આત્મનિર્ભર બનાવવામાં શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસના મહત્વને લઈને રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશના યુવાનોને સ્વનિર્ભર ભારત નિર્માણ માટે આત્મવિશ્વાસની જરૂર છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આત્મવિશ્વાસ સીધી રીતે શિક્ષણ અને પોતાના કૌશલના જ્ઞાન સાથે સંબંધિત છે.વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આ મૂળ વિચારના આધારે નવી શિક્ષણ પ્રણાલીનો વિકાસ થયો છે. વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આ મંથન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દેશ તેની પર્સનલ, બૌદ્ધિક, ઔદ્યોગિક પ્રકૃતિ અને પ્રતિભાને દિશા આપતા સમગ્ર ઇકોસિસ્ટમને બદલવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

સ્ટાર્ટએપ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું  હતું કે, પ્રથમ વખત દેશની શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સથી લઈને ઉચ્ચ સંસ્થાઓમાં અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,  . દેશમાં સ્ટાર્ટ અપ્સ માટે હૈકથન્સની નવી પરંપરા બનાવવામાં આવી છે, જે દેશના યુવાનો અને ઉદ્યોગ બંને માટે એક વિશાળ શક્તિ બની રહી છે.

વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે શિક્ષણ અને સંશોધનને મર્યાદિત રાખવું રાષ્ટ્ર સાથે અન્યાય છે. આ વિચારધારા સાથે, અમે યુવાનો માટે કૃષિ, અવકાશ, પરમાણુ શક્તિ અને ડીઆરડીઓ ખોલી રહ્યા છીએ, જે નવી ક્ષમતાઓથી ભરપુર છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં પહેલીવાર રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનનો વિકાસ પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યો છે.

સાહિન-