Site icon Revoi.in

પીએમ મોદી એ દેશની ડિજીટલ આરોગ્ય સુવિધાઓને બરિદાવી, કહ્યું કરોડો લોકોને તેનો લાભ મળ્યો છે

Social Share

દિલ્હીઃ- ભારત દેશ હવે ડિજિટલ ક્ષેત્રમાં અનેક સેવાઓ પુરી પાડી રહ્યો છે આરોગ્ય સેવા બબાતે પણ ડિજીટલ પ્રયોગો સફળ સાબિત થઈ રહ્યા છે દેશના કરોડો લોકો ડિજિટલ આરોગ્ય સેવા સાથે જોડાઈને પોતાની સારવાર કરાવી રહ્યા છે ત્યારે હવે આ બબાતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે પણ બિરદાવી છે.

જાણકારી પ્રમાણે પીએમ મોદીએ એ વાતનો ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો કે કરોડો લોકોને આરોગ્યની ડિજિટલ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે.દેશના છેવાડાના લોકો પણ ડિજિટલ ક્ષએત્ર સાથે જોડાઈને આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે જે આરોગ્ય સેવાના ડિજિટલ ક્ષેત્રમાં એક સફળ બાબત સાબિત થઈ રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક ટ્વીટમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, ડૉ મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે બિન-સંચારી રોગો માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ NCD પોર્ટલ દ્વારા 5 કરોડથી વધુ આયુષ્માન ભારત આરોગ્ય ખાતાબનાવવામાં આવ્યા છે. આ ટ્વિટ પર પીએમ મોદીએ પોતાની પ્રતિક્રીયા આપતા આ સેવાને બિરદાવી હતી.

જાણકારી અ નુસાર કેન્દ્રીય મંત્રીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “ખૂબ સારી માહિતી! દેશભરના આપણા ગરીબ ભાઈ-બહેનોને સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની અમારી પ્રાથમિકતા છે. તે ખૂબ જ સંતોષની વાત છે કે કરોડો લોકોને આ ડિજિટલ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે.