Site icon Revoi.in

સિયાચીન પર તૈનાત દેશની પ્રથમ મહિલા અધિકારીની પીએમ મોદીએ કરી પ્રસંશા

Social Share

દિલ્હીઃ-  કેપ્ટન શિવા ચૌહાણ ખરેખર પ્રસંશાને લાયક છે,ત્યારે દેશના પ્રધાનમંત્રીએ પણ તેમની પ્રસંસા કરી છે. આ મહિલા અધિકારી કે જેઓ  સર્વોચ્ચ યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત થનારી પ્રથમ મહિલા કેપ્ટન છે. 2 ડિસેમ્બરના રોજ તેમનું ત્યાં પોસ્ટિંગ થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવા ચૌહાણને અભિનંદન સંદેશ પાઠવ્યો છે. એટલું જ નહીં, ઘરના સભ્યોને અનેક જગ્યાએથી અભિનંદનના સંદેશા પણ મળી રહ્યા છે,સિયાચીનમાં જ્યાં તાપમાન -60 ડિગ્રી સુધી જાય છે, ત્યાં શિવા આટલી ઠંડીમાં દેશની રક્ષા માટે તૈનાત છે અને એક ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને  શુક્રવારના રોજ પોતાના  સોશિયલ મીડિયા હેન્ડલ પર મહિલા સૈનિકના વખાણ કરતા લખ્યું હતું કે ‘ફાયર એન્ડ ફ્યુરી સેપર્સના કેપ્ટન શિવા ચૌહાણ પર ગર્વ છે, જે સિયાચીનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. આ ધ્રૂજતી ઠંડીમાં પોસ્ટ થવી એ ખરેખર સમગ્ર દેશ માટે ગર્વની વાત છે.