Site icon Revoi.in

પીએમ મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી છે.રેલ્વે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”ઉત્તમ વલણ, 130 કરોડ ભારતીયોની શક્તિ અને કૌશલ્ય તેમજ આત્મનિર્ભર બનવાના સંકલ્પને દર્શાવે છે.”વડાપ્રધાને કહ્યું કે,ભારતીય રેલ્વે કોચના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 91.6 ટકાનો વધારો થયો છે, જે એક ઉત્તમ વલણ છે.

રેલવે મંત્રાલયે ટ્વીટમાં 2014-15, 2018-19 અને 2021-22 વચ્ચેના કોચ ઉત્પાદનના આંકડા ટાંક્યા છે.નોંધપાત્ર વાત એ છે કે પીએમ મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર મે 2014થી સત્તામાં છે.રેલ્વે મંત્રાલયે ટ્વીટ કર્યું, ભારતીય રેલ્વે કોચ ઉત્પાદન: ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલની સાક્ષી.

2014-15: 3,731

2018-19: 6,076

2021-22: 7,151

ટકાવારી વધારો: 91.6 ટકા.