Site icon Revoi.in

પીએમ મોદી એ વિરાટ કોહલીના 50 મી સદી ફટકારવાના ‘વિરાટ’ રેકોર્ડના કર્યા વખાણ

Social Share

દિલ્હીઃ વન ડે વર્લ્ડ કપમાં ગઈકાલે સેમી ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારતની શાનદાર જીત નોંઘાઈ છે એટલું જ નહી આ મેચ દરમિયાન ઓડીઆઈમાં વિરાટે મશહુર ક્રિકેટર સચીન તેંડુલકરનો વન ડે માં 49 સદી પટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો અને 50મી સદી વિરાટ કોહલીએ ફટકારી હતી દેશભરમાં આ વાતનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ત્યાર વિરાટ કોહલીના આ વિરાટ રેકોર્ડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રસંશા કરી છે.પ્રધાનમંત્રી   મોદીએ 50 વન-ડે ઈન્ટરનેશનલ સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બનવા બદલ વિરાટ કોહલીની પ્રશંસા કરી છે.

વિરાટ કોહલીના આ કેરોર્ડ પર સોશિયલ મીડીયા એકાઉન્ટ એક્સ પર પીએમ મોદીે પોસ્ટ કર્યું હતું. અને કહ્યું કે “આજે, વિરાટ કોહલીએ માત્ર તેની 50મી ODI સદી જ નથી ફટકારી પરંતુ શ્રેષ્ઠતા અને દ્રઢતાની ભાવનાનું ઉદાહરણ પણ આપ્યું છે જે શ્રેષ્ઠ રમતગમતને વ્યાખ્યાયિત કરે છે.

વઘુમાં પીએમ મોદીએ લખ્યું કે  આ નોંધપાત્ર માઇલસ્ટોન તેમના નિરંતર સમર્પણ અને અસાધારણ પ્રતિભાનો પુરાવો છે.હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેઓ ભવિષ્યની પેઢીઓ માટે બેન્ચમાર્ક સ્થાપિત કરવાનું ચાલુ રાખે.