Site icon Revoi.in

પીએમ મોદીએ શિરડી પહોંચીને મંદિરમાં કરી પુજા, મહારાષ્ટ્ર બાદ ગોવાના પ્રવાસે જશે

Social Share

દિલ્હી- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ 5 વર્ષ બાદ શિરડીની  ુલાકાતે પહોંચ્યા હતા અહી તેમણે સાઈબાબાના મંદિરમાં પુજા અર્ચના કરી હતી.. અહીં તેઓ મંદિર પરિસરની અંદર બનેલ દર્શન કતાર સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પોતે પીએમ મોદીએ કર્યું હતું.

પીએમ મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. થોડા સમય પછી, પીએમ મોદી અહમદનગર જિલ્લામાં નિલવંડે ડેમના ડાબા કાંઠે 85 કિલોમીટર લાંબા નહેર નેટવર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે.

એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આનાથી સાત તાલુકાઓમાં (છ અહમદનગર જિલ્લામાં અને એક નાસિક જિલ્લામાં) પાણીની પાઇપ વિતરણ નેટવર્કની સુવિધા સાથે 182 ગામોને ફાયદો થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ રૂ. 5,177 કરોડના ખર્ચે વિકસિત નિલવંડે ડેમનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો.

આજે પીએમ મોદી મહારાષ્ટ્રના લાખો ખેડૂતોને ફાયદો પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે 7,500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટની શરૂઆત કરશે. શિરડીમાં પ્રસિદ્ધ શ્રી સાંઈબાબા મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, મોદી તેના નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન કરશે, એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

આ સાથે જ  પીએમ મોદીના મહારાષ્ટ્ર પ્રવાસ બાદ પીએમ ગોવા જવા રવાના થશે, જ્યાં તેઓ મારગાવના પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. તે ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધિત કરશે.