હેદરાબાદ- તેલંગાણામાં વિધાનસભા ની ચુંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે આ સ્થિતિમાં તેલંગાણામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તિરુપતિ બાલાજી ધામ પહોંચ્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 30મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પીએમ મોદી સતત પહોંચી રહ્યા છે. ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લીધી છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ કોઈ કસર છોડવા માંગતી નથી પીએમ મોદી ખુદ મોરચો સંભાળવા અહી પહોંચ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મેડક જિલ્લાના તુપ્રાનમાં એક જાહેરસભાને સંબોધન કર્યું અને ભારતીય જનતા પક્ષ તેલંગાણનો વિકાસ સારી રીતે કરી શકે છે તેવી લોકોને ખાતરી આપી.
આ સાથે જ PM મોદીએ આજરો સોમવારે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.વડાપ્રધાન મોદી સોમવારે વહેલી સવારે તિરુપતિ પહોંચ્યા હતા. અહીં પૂજા કરતી વખતે પીએમ મોદી પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. મંદિરના દર્શન કર્યા બાદ પીએમ મોદીએ પૂજા અર્ચના કરી અને આ દરમિયાન ત્યાંના પંડિતોએ મંત્રોચ્ચાર કર્યા.
પીએમ મોદી એ તેમની મંદિરની મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પીએમ મોદીએ લખ્યું કે તેમણે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી અને
દેશવાસીઓ માટે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી.
https://twitter.com/narendramodi/status/1728978864905531882?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1728978864905531882%7Ctwgr%5E33a2e7ad13892bd001736a8999113060ddbbe7ef%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fbharat.republicworld.com%2Felections%2Ftelangana%2Fpm-narendra-modi-prayed-sri-venkateswara-swamy-temple-in-tirumala
પીએમ મોદીએ તેની તસવીરો પણ શેર કરી છે. પૂજા બાદ પીએમ મોદીએ ‘X’ પર લખ્યું – ‘તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.’