Site icon Revoi.in

નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રુપિયા. 15,920 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી -પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

Social Share

દિલ્હીઃ- પીએમ નરેન્દ્ર મોદીએ આજે શનિવારના રોજ રક્ષા ક્ષેત્રને લઈને ટ્વિટ કર્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારાના સારા પરિણામો ગણાવ્યા છે. તેમણે કહ્સંયું કે રક્ષણ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચે છે તે દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારા સારા પરિણામો આપી રહ્યા છે.

પીએમ મોદીએ આ  ટ્વિટ કરીને એમ પણ કહ્યું  કે કેન્દ્ર સરકાર ભારતને સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવાના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.આ વાત પીએમ મોદીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહના ટ્વીટ પર મોદીએ આ પ્રતિક્રિયા આપતા જણાવી હતી.

પીએમ મોદીએ કહ્યું કે “ઉત્ચૃષ્ટ! આ ‘મેક ઇન ઇન્ડિયા’ માટે ભારતની ચાતુર્ય અને ઉત્સાહની સ્પષ્ટ અભિવ્યક્તિ છે,” જે એ પણ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાના સારા પરિણામો મળી રહ્યા છે. અમારી સરકાર ભારતને સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવાના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.”

ઉલ્લેખનીય છે કે રાજનાથે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, “શુક્રવારે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રુપિયા. 15,920 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ આપણી સંરક્ષણ નિકાસ ઝડપથી વધતી રહેશે.

રક્ષામંત્રી દ્રારા આપેલ માહિતી અનુસાર, ભારતે 2020-21માં રૂપિયા 8,434 કરોડ, 2019-20માં રૂપિયા  9,115 કરોડ અને 2018-19માં રૂપિયા 10,745 કરોડના લશ્કરી હાર્ડવેરની નિકાસ કરી હતી. દેશની કુલ સંરક્ષણ નિકાસ 2017-18માં રૂપિયા 4,682 કરોડ અને 2016-17માં રૂપિયા 1,521 કરોડ હતી.આ સહીત કેન્દ્ર સરકારે રૂપિયા 1,75,000 કરોડના સંરક્ષણ હાર્ડવેરના ઉત્પાદન સાથે 2024-25 સુધીમાં સંરક્ષણ નિકાસ રૂપિયા 35,000 કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સરકારે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ આપણી સંરક્ષણ નિકાસ ઝડપથી વધતી રહેશે.