નાટૂ નાટૂ સોંગ ઓસ્કાર વિજેતા બનતા PM મોદીએ પાઠવ્યા અભિનંદન – કહ્યું, ‘વર્ષો સુધી આ સોંગ યાદ રહેશે’
- નાટૂ નાટૂ સોંગ ઓસ્કાર વિજેતા
- PM મોદીએ કહ્યું, ‘વર્ષો સુધી આ સોંગ યાદ રહેશે’
આજરોજ સોમવારની સવારથી જ દરેક ભારતીયોની નજર ઓસ્કાર 2023 પર અટકેલી હતી ભારતે આ પુરસ્કારમાં ડંકો વગાડ્યો છે, શોર્ટ ફિલ્મ બાદ નાટૂ નાટૂ સોંગ પણ ઓસ્કાર વિજેતા બન્યું છે ત્યારે હવે પ્રધાનમંત્રી મોદીએ ઓસ્કાર વિનર સોંગને લઈને પોતાની પ્રતિક્રીયા આપી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય તમિલ ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટૂ નાટૂ’એ એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. આ કેટેગરીમાં ફિલ્મ ‘ટેલ ઈટ લાઈક અ વુમન’નું ગીત ‘એપલોઝ’, ‘ટોપ ગન: માવેરિક’ના ગીત ‘હોલ્ડ માય હેન્ડ’, ‘બ્લેક પેન્થર’ના વાકાંડા ફોરએવર’ ‘લિફ્ટ મી અપ’ અને “એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ” નું”ધીસ ઈઝ એ લાઈફ” ને હરાવીને આ સફળતા નાટૂ નાટૂએ મેળવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ‘નાટુ નાટુ’ના ગીતકાર સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ બાબતને લઈને ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે, ‘અસાધારણ! ‘નાટુ નાટુ’ની લોકપ્રિયતા આખા વિશ્વમાં છે. આ એક એવું ગીત હશે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. આ પ્રતિષ્ઠિત ઓસ્કાર સન્માન માટે એમ.એમ. કીરાવાણી, ગીતકાર ગીતકાર ચંદ્રબોઝ અને સમગ્ર ટીમને અભિનંદન.
આ સહીત પીએમ મોદીએ કાર્તિક ગોન્સાલ્વીસ દ્વારા નિર્દેશિત તમિલ ભાષાની ડોક્યુમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને ‘ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ’ કેટેગરીમાં ભારત માટે પ્રથમ ઓસ્કાર જીતવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે આ સોંગની ફિલ્મ આરઆરઆર ખૂબ જ પ્રચલીત બની હતી ભારત સહિત વિદેશમાં ફીલ્મે કરોડોની કમાણી કરી છે ઓસ્કાર એવોર્ડ પહેલા આ ફિલ્મને યુએસના 200થી વધુ સિનેમામા ફરી રીલીઝ કરવામાં આવી હતી.