Site icon Revoi.in

રશિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું, રશિયન કલાકારોએ કૃષ્ણ ભજન રજૂ કર્યું

Social Share

નવી દિલ્હીઃ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેરિટેજ સિટી કજાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકો અને સ્થાનિકોએ પણ પીએમ મોદીને ભવ્ય આવકાર આપ્યો હતો. દરમિયાન લોકોએ મોદી-મોદીના સુત્રોચ્ચારની સાથે જ કૃષ્ણ ભજન ગાઈને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના હેરિટેજ શહેર કઝાન પહોંચ્યા હતા. જ્યાં તાતારસ્તાનના પ્રજાસત્તાકના વડા રૂસ્તમ મિન્નીખાનોવ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન કાઝાનમાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે રશિયન સમુદાયના લોકોએ કૃષ્ણ ભજન ગાયું હતું. રશિયાના નાગરિકોએ કઝાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કૃષ્ણ ભજન ગાઈને સ્વાગત કર્યું હતું. બ્રિક્સ સમિટ માટે તેઓ કઝાનની એક હોટેલમાં પહોંચ્યા હતા, જ્યાં રશિયન નાગરિકોએ સાંસ્કૃતિક આદાનપ્રદાનના ભાવનાત્મક પ્રદર્શન સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તેમની ટીમ સાથે ભારતીય નૃત્ય રજૂ કરનાર એક રશિયન કલાકારે કહ્યું હતું કે, અમે ખૂબ જ નર્વસ અને ઉત્સુક પણ હતા. આ ડાન્સ પરફોર્મન્સ માટે અમે લગભગ ત્રણ મહિના પ્રેક્ટિસ કરી હતી. રશિયન કલાકારે કહ્યું કે, લોકો ખરેખર પીએમ મોદીને ખૂબ પસંદ કરે છે. પીએમ મોદીએ અમારી પ્રશંસા કરી હતી. ભગવાન કૃષ્ણને સમર્પિત ભજન ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દે છે, જે બંને દેશો વચ્ચેની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસાની સહિયારી પ્રશંસાને પ્રતિબિંબિત કરે છે. તેમનો આભાર વ્યક્ત કરતા, વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે આવા હાવભાવના મહત્વને સ્વીકાર્યું છે.