પીએમ મોદીનું રાજકોટના એરપોર્ટ પર ઉત્સાહભેર સ્વાગત – આટકોટ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન
- પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે
- મલ્ટિ સ્પેશિયાલિટી હોસપિટલનું ઓપનિંગ કર્યું
- પીએમ મોદીનું રાજકોટ એરપોર્ટ પર ભાવભર્યુ સ્વાગત થયુ
- પીએમ મોદીની સ્વાગતમાં જનમેદની ઉમટી
અમદાવાદઃ- આજરોજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, રાજકોટ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહી ઉતર્યા બાદ તેઓ એ રાજકોટના આટકોટમાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ રાજ્યના નાગરિકોને ઘણી ભેટ આપશે.
મોદીજીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે.આ સાથે જ લોકોની ભીડને નિયમત્રણ કરવા માટે ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર શનિવારે સવારે 6 થી બપોરે 3 ટ્રાફિક ડાઈવર્ટ રહેશે.આ સાથએ જ ST સિવાયના ભારે તથા કોમર્શિયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ માટે ડાઈવર્ટ રૂટનું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
આજ રોજ ગુજરાત પહોંચીને સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટ ખાતે નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ અહી કરવામાં આવશે,પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજી થી સજ્જ ઓપરેશન થિયેટર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા છે,ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ પણ અહી હાજર રહ્યું છે.