પીએમ મોદીએ કહ્યું આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરીએકવાર મોદી સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં સમાજવાદી પાર્ટી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે રેલીની ભીડ અને ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે ‘સપા-કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણપણે તૂટી ગયું છે. આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ગઈકાલે હું એક વીડિયો જોઈ રહ્યો હતો જેમાં લોકો દોડી રહ્યા હતા અને સ્ટેજ પર ચઢી રહ્યા હતા, તો મેં પૂછ્યું, આ હંગામો કેમ થઈ રહ્યો છે? તો તેમણે કહ્યું કે, સપા અને કોંગ્રેસના લોકો રેલીમાં લોકોને લાવવા માટે કોન્ટ્રાક્ટ આપે છે, વ્યક્તિ દીઠ પૈસા આપે છે, પરંતુ તેઓએ પૈસા આપ્યા નથી, તેથી લોકો દોડીને સ્ટેજ પર ચઢી ગયા હતા. હવે જે પક્ષ આ સ્થિતિમાં છે તે તમારું કઈ રીતે ભલું કરી શકે?
પીએમ મોદીએ આ નિવેદન પર સમાજવાદી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા મનોજ કાકાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું, “લાખો લોકો આપમેળે અખિલેશ યાદવને સાંભળવા આવી રહ્યા છે, જ્યારે ભાજપના બાદશાહ ગુસ્સે છે કારણ કે તેમની રેલીઓમાં ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી પોતે જ ચૂંટણી બોન્ડના પૈસા વહેંચી રહી છે અને મોદીજી વિપક્ષી દળો પર આરોપ લગાવી રહ્યા છે.