- મોઢેરા રાજ્યનિું પહેલું સોલર વિજેલ બન્યું
- મહેસાણા.મોઢેરામાં વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો – પીએમ મોદી
ગાધીનગરઃ આજરોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ ગુજરાતના મોઠેરાને ઊરાજથી સંચાલીત દેશનું પ્રથમ ગામ જાહેર કર્યું છે. મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારતનું પ્રથમ ચોવીસે ચોવીસ કલાક સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું. આ સાથે જ આજથી મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે.
પીએમ મોદી જાહેરસભાને સંબોધવા મોઢેરા પહોંચ્યાજ્યાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પીએમએ જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આજે મોઢેરા, મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જાનો સંચાર થયો છે. વીજળી, પાણીથી લઈને રોડ, રેલ્વેથી લઈને ડેરીથી લઈને કૌશલ્ય વિકાસ અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું.
તેમણે કહ્યું કે આજે મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિનો શુભ અવસર પણ છે. મહર્ષિ વાલ્મીકિએ આપણને ભગવાન રામના સુમેળભર્યા જીવનના દર્શન કરાવ્યા અને સમાનતાનો સંદેશ પણ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં મોઢેરાને લઈને સૂર્ય ગ્રામને લઈને ચર્ચા ચાલી રહી છે. કોઈ કહે છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી કે આપણી આંખો સામે સપનું સાકાર થઈ શકે છે. સપનું આજે સાકાર થયું છે.
આ સાથએ જ જણાવ્યું કે સદીઓ પહેલા મોઢેરાને માટીમાં ભેળવવા માટે આક્રમણકારોએ શું કર્યું ન હતું, જે મોઢેરામાં વિવિધ અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. તે મોઢેરા હવે તેની પૌરાણિક કથા તેમજ આધુનિકતા માટે વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે.
તેમણે વધુમાં એમ પણ કહ્યું કે,સરકાર વીજળી ઉત્પન્ન કરતી હતી અને લોકો ખરીદતા હતા. કેન્દ્ર સરકાર લોકો તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવે તે માટે પ્રયાસ કરી રહી છે. ખેડૂતો તેમના ખેતરોમાં વીજળી ઉત્પન્ન કરે છે. દેશમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા નાણાકીય મદદ આપવામાં આવી રહી છેઃ
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ગુજરાતમાં આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું અને અંહીથઈ તેઓ મહેસાણા આવ્યા હતા.