1. Home
  2. ગુજરાતી
  3. ભારત દુનિયાનું બીજુ સ્ટાર્ટઅપ હબ બન્યું : PM મોદી
ભારત દુનિયાનું બીજુ સ્ટાર્ટઅપ હબ બન્યું : PM મોદી

ભારત દુનિયાનું બીજુ સ્ટાર્ટઅપ હબ બન્યું : PM મોદી

0
Social Share

લખનૌઃ આઈઆઈટી કાનપુરમાં આયોજીત 54માં દીક્ષાંત સમારોહના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતા. કોન્વોકેશન દરમિયાન, તમામ વિદ્યાર્થીઓને નેશનલ બ્લોકચેન પ્રોજેક્ટ હેઠળ સંસ્થામાં વિકસિત ઇન-હાઉસ બ્લોકચેન સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી આપવામાં આવી હતી. આ પ્રસંગ્રે તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આજે કાનપુર માટે ડબલ ખુશીનો દિવસ છે. એકબાજુ મેટ્રો જેવી સુવિધા મળી રહી છે. બીજી તરફ આઈઆઈટી કાનપુર દુનિયાને અનમોલ વિદ્યાર્થીઓ આપી રહ્યું છે. તમે આજે જ્યાં પહોંચ્યાં છે તેની પાછળ આપના માતા-પિતા પરિવારજનો, શિક્ષકો, પ્રોફેસર એમ અનેક લોકો હશે. તે તમામની બહુ મહેનત રહી છે અને ક્યાંકને ક્યાંક તેમનું યોગદાન રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, તમે જ્યારે આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ લીધો હતો અને હવે અહીંથી નીકળી રહ્યાં છે. હાલ તમે અનેક ગણુ પરિવર્તન અનુભવિ રહ્યાં હશો. પહેલા આપનું જ્ઞાન, ક્વેરી, સ્કૂલ, કોલેજ સુધી આપ મર્યાદીત હતા. હવે તમે પુરી દુનિયાને કંઈક બતાવવા માટે આગળ વધી રહ્યાં છો. તમારામાં પુરી દુનિયા ઉપર છવાઈ જવાની કલ્પના છે. તમે જેટલુ તમારા ક્લાસમાં શિખ્યાં એટલું જ ક્લાસ રૂમની બહાર શિખ્યાં છે. ક્લાસ રૂમની બહાર આપના વ્યક્તિવનો વિકાસ થયો છે. આપ જ્યાં પણ જશો ત્યાં નવુ અને અનોખુ કરશો. આપની તાલીમ, જ્ઞાન અને વ્યક્તિત્વ પ્રેકટીકલ વર્લ્ડમાં આપને મજબુતીથી આગળ વધવામાં મદદ કરશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે,  આ વર્ષે ભારતે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આપણે તમામ અમૃતમહોત્સવ ઉજવી રહ્યાં છીએ. કાનપુરનો એક અનેરો ઇતિહાસ છે. ભારતની આઝાદીમાં કાનપુરએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે શહેરનો પ્રવાસ કરીએ છીએ ત્યારે આપણે સ્વતંત્રતાના ગર્વનો પ્રવાસ કરીએ છીએ, દેશને આગામી 25 વર્ષ સુધી દિશા અને ગતિ આપવાનું આપનું દાયિત્ય રહેશે. 1930માં દાંડી યાત્રા શરૂ થઈ હતી. તે સમયે સમગ્ર દેશને આંદોલનથી અગલ દિશા મળી હતી. તેણે ભારતીયોના મનમાં આઝાદીના વિજયનો વિશ્વાસ ઉભો કર્યો હતો. 1930માં 20-25 વર્ષના યુવાનો માટે 1947ની ભારતની આઝાદીનો ગોલ્ડન સમય હતો. 2047નું ભારત કેવુ હશે તેનું સ્વપ્ન લઈને તમે નિકળો. તમે જીવનના 50 વર્ષ પુરા કરશો ત્યારે ભારત કેવુ હશે તે માટે તમારે કામ કરવું પડશે. કાનપુર આઈઆઈટીએ આપને એવી તાકાત આપી છે કે, આપના સ્વપ્ન પુરા કરતા આપને કોઈ નહીં રોકી શકે. 21મી સદી ટેકનોલોજીની છે.  ટેકનોલોજી વગરનું જીવન અધુરુ છે. આ જીવન ટેકનોલોજી અને સ્પર્ધાનો યુગ છે અને તેમાં તમે આગળ નીકળશો. તમે જવાનીના મહત્વના વર્ષો ટેકનોલોજી એક્સપોર્ટ બનવા માટે લગાવ્યાં છે. તમારા પાસે ભારત ઉપરાંત સમગ્ર દુનિયામાં ટેકનોલોજીમાં યોગદાન આપી શકશો. દુનિયાના પ્રથમ સોઈલ કીટ આઈઆઈટી કાનપુર બનાવી છે. આવી એનેક સફળતા પાછળ આઈઆઈટી કાનપુરનો હાથ છે.

આજના ટેકનોલોજીના જમાનામાં તમામ ક્ષેત્રોમાં ટેકનોલોજી વધી છે. રમત જેવા ક્ષેત્રોમાં પણ ટેકનોલોજી વધી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટનો સામનો પણ ટેકનોલોજીના માધ્યમથી કરી શકીએ છીએ. આધુનિક ભારત બનાવવાની જવાબદારી તમને મળી છે. જે વિચાર અને એટીટ્યુ તમારો છે તેવો જ દેશનો છ. આજે સોચ કંઈ કરવાની છે. પહેલા સમસ્યાથી છુટકારો માટે પ્રયાસ થતા હતા. આજે સમસ્યાનો સામનો કરીએ છીએ. આત્મનિર્ભર ભારત તેનું ઉત્તમ ઉદાહરણ છે. પરિવારમાં પણ કોઈ 20-22 વર્ષનો થાય ત્યારે પરિવારજનો તેને પોતાના પગ ઉપર ઉભા થવા કહેવાતા હોય છે. તેઓ આટલા માટે કહે છે કે, તમે આત્મનિર્ભર બનો, તમે સ્વપ્ન જોવો અને પુરા કરવા મહેનત કરો. ભારતે આદાઝી બાદ શરૂઆત કરી હતી. 25 વર્ષ બાદ પગ ઉપર ઉભા રહેવા ઘણુ કરવું જોઈતું હતું. દેશ અનેક વર્ષો ગુમાવી ચુક્યો છે. હવ આપણે બે મિનિટ પણ ગુમાવવાની નથી. હું ઈચ્છું છુ કે, તમે પણ આવી રીતે આત્મનિર્ભર ભારત માટે અધિરા બનો. આત્મનિર્ભર ભારત પૂર્ણ આઝાદીનું સ્વરૂપ છે.

દેશ જ્યારે આઝાદીનો 100 વર્ષની ઉજવણી કરતો હશે તેની સફળતામાં તમારા પરસવાની સુગંધ હશે. કેટલાક વર્ષોમાં આત્મનિર્ભર ભારતને વધારે મજબુત બનવા દેશ કેવી રીતે કામ થઈ રહ્યું છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવા કાર્યક્રમો યોજાયા છે. ભારતમાં આજે 75થી વધારે યુનિકોન છે છેલ્લા કેટલાક વર્ષોમાં 50 હજારથી વધારે સ્ટાર્ટઅપ આવ્યાં છે. માત્ર છ મહિનામાં 10 હજાર સ્ટાર્ટઅપ આવ્યાં છે. આજે ભારત દુનિયાનું બીજુ સ્ટાર્ટઅપ હબ બન્યું છે. ભારત દુનિયાનું સૌથી મોટુ ત્રીજી યુનિકોન કન્ટ્રી બન્યું છે. ભારતની કંપનીઓ ગ્લોબલ બને અને પ્રોડક્ટ ગ્લોબલ બને તેવુ કોણ નથી ઈચ્છતું. આઈઆઈટીના નવ યુવાનો આ જરૂર કરશે. સરકાર તમામ રીતે આપની સાથે છે. આપને અનેક લોકો શોર્ટકટ બતાવશે પરંતુ તમે કમ્ફર્ટને બદલે ચેલેન્જને પસંદ કરજો. જીવનમાં અનેક પડકારો આવે છે, જે લોકો પડકારોથી છે. તેનો તેનો શિકાર બને છે. જેથી તમારે સમસ્યા શોધીને તેનું સમાધાન શોધવાનું છે. ટેકનોલોજીના દુનિયામાં પોતાના રોબોર્ટ વર્ઝન ન બનતા. ઈમોશનને ક્યારેય ભુલતા નહીં. લોકો સાથે પોતાનું કન્ટેક્ટ બનાવતા રાખજો.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code