દિલ્હીઃ કુવૈતના પ્રધાનમંત્રી તરીકે ફરી શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમક અલ-સબાહની નિમણુંક થઈ હતી. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના ઓ પાઠવી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 5 ડિસેમ્બરે સફળ રાષ્ટ્રીય વિધાનસભાની ચૂંટણી બાદ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી પદે ફરીથી નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે, કુવૈત રાજ્યના અમીર મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જબીર અલ-સબાહના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આપણા ઉત્તમ દ્વિપક્ષીય સંબંધો વિસ્તૃત અને વિકસિત થશે.