Site icon Revoi.in

મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલની PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના

Social Share

દિલ્હીઃ ભારતમાં આજે ધાર્મિક માહોલ સાથે મકરસંક્રાતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલ પર દેશભરના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે,  “ભારતભરમાં અમે વિવિધ તહેવારો ઉજવીએ છીએ જે ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. આ તહેવારો પર મારી શુભેચ્છાઓ. આ વિશેષ તહેવાર આપણા સમાજમાં આનંદની ભાવનાને સમૃદ્ધ બનાવે. હું અમારા સાથી નાગરિકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. હું પ્રાર્થના કરું છું કે આ તહેવાર દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે. પોંગલ એ તમિલનાડુની જીવંત સંસ્કૃતિનો પર્યાય છે. આ ખાસ અવસર પર, વિશ્વભરમાં ફેલાયેલા દરેકને અને ખાસ કરીને તમિલ લોકોને મારી શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે પ્રકૃતિ સાથેનું આપણું બંધન અને આપણા સમાજમાં ભાઈચારાની ભાવના વધુ ગાઢ બને.