પીએમ મોદીએ ગુડી પડવા,ચૈત્ર નવરાત્રી,ઉગાડી,નવરેહ જેવા અનેક તહેવારોની દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
- ગુડી પડવા સહીતના આજે ઘણા તહેવાર
- પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દિલ્હીઃ- દેશભરમાં આજે અનેત તહેવારોની ઉજવણ ીથઈ રહી છે, જેમાં ગુડી પડવા, ચૈત્ર નવરાત્રી, નવરેહ, ઉગાડીનો સમાવેશ થાય છે, ત્યારે આજના આ શુભ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રીથી, ગુડી પડવા સહિતના અનેક તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતીયોના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. પીએમ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વિટ દ્વારા ભારતીયોને તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.
નવરાત્રીની શુભકામના આપતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે અને લ્ખયું છે કે , ‘તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. શક્તિની આરાધનાનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. તે જ સમયે, ઉગાડીએ સમૃદ્ધિની કામના કરી. હિંદુ કેલેન્ડર મુજબ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતીય રાજ્યો તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આ દિવસે ઘણા પ્રસંગો મનાવાય છે.
ગુડી પડવાની શુભેચ્છા આપતા પીએમ મોદીએ મરાઠીમાં ટ્વિટ કર્યું છે. આ સાથે કાશ્મીરી નવા વર્ષની ગણાતી નવરેહની પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. કાશ્મીરી પંડિતો દેવી શરિકાની પૂજા કરીને નવરેહની ઉજવણી કરે છે. તેમણે સિંધી હિંદુઓને ચેટી ચંદ્ર અને મણિપુરના લોકોને સજીબુ ચિરાઓબાના અવસર પર શુભેચ્છા પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે વિતેલી સાંજે રાષ્ટ્રપતિ કોવિંદે ઉગાડી, ગુડી પડવા, નવરેહ, ચૈત્ર શુક્લ વગેરે અને ચેટી ચાંદના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશભરમાં વિવિધ રીતે ઉજવાતા આ તહેવારો પરંપરાગત નવા વર્ષના પ્રતીક છે.