પીએમ મોદીએ પાઠવી હનુમાન જયંતિની શુભેચ્છા, કહ્યું- ‘કોરોના સામેની લડતમાં સતત તેમના આશીર્વાદ મળતા રહે’
- આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ઉવણી થઈ રહી છે
- પીએમ મોદીએ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છાઓ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં આજે 27 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈમાં સતત હનુમાન જીના આશીર્વાદ પ્રાપ્ત થવાની કામના કરી છે.
हनुमान जयंती का पावन अवसर भगवान हनुमान की करुणा और समर्पण भाव को याद करने का दिन है। मेरी कामना है कि कोरोना महामारी के खिलाफ जारी लड़ाई में निरंतर उनका आशीर्वाद प्राप्त होता रहे। साथ ही उनके जीवन और आदर्शों से हमेशा प्रेरणा मिलती रहे।
— Narendra Modi (@narendramodi) April 27, 2021
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “હનુમાન જયંતિનો પાવન અવસર ભગવાન હનુમાનની કરુણા અને સમર્પણ ભાવને યાદ કરવાનો દિવસ છે,મારી કામના છે કે, કોરોના મહામારી સામે ચાલી રહેલી લડતમાં સતત તેમના આશીર્વાદ મળતા રહે, તે સાથે જ તેમના જીવન અને આદર્શોમાંથી હંમેશા પ્રેરણા મળતી રહે”
ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ પૂર્ણિમા પર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જીના જન્મદિવસને સમગ્ર દેશભરમાં તેમની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિનું ભક્તો માટે વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં, ભગવાન રામના પરમ ભક્ત પુરુષોત્તમ, હનુમાનને સંકટ મોચક માનવામાં આવે છે. સંકટોમોચન હનુમાનને પ્રસન્ન કરવા માટે, ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે. માનવામાં આવે છે કે આ દિવસે હનુમાન ચાલીસાના પાંચ કે 11 વખત પાઠ કરવાથી પવન પુત્ર હનુમાન પ્રસન્ન થાય છે અને ભક્તો ઉપર આશીર્વાદ આપે છે.
સાહિન-