Site icon Revoi.in

PM મોદી એ INS વિક્રાંતનો વીડિયો શેર કરીને તેમાં મુસાફરી કરવાનો પોતાનો અનુભવ કહ્યો 

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રનારના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ નૌસેનાના બેડામાં એરક્રાફ્ટ કેરિયર  આઈએનએસ વિક્રાંતને,સામેલ કર્યું હતું જેને લઈને હવે નૌસેનાની તાકાત બમણી થઈ છે મહત્વની વાત એ છે કે આ એક સ્વદેશી દહાજ છે જે આત્મ નિુર્ભર ભારત હેઠળ બનાવાયું છે ત્યારે ગઈકાલે પીએમ મોદી પોતે તેમા સવાર થયા હતા. હવે આજે પીએમ મોદીએ તેમા સવારી કરવાનો અનુભવ વીડિયો શેર કરીને કહ્યો છે.

કેરળના કોચીન શિપયાર્ડ ખાતે મોદી દ્વારા 262 મીટર લાંબા વિક્રાંતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સમારોહ પછી વડા પ્રધાનને યુદ્ધ જહાજનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.આ પ્રવાસનો અ નુભવ પીએમ મોદીએ આજે શેર કર્યો છે.

 

પીએમ મોદીએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ અકાઉન્ટ પર પોતચાનો અનુભવ શેર કરાત લ્ખયું છે કે ભારત માટે ઐતિહાસિક દિવસ! ગઈ કાલે જ્યારે હું INS વિક્રાંતમાં સવાર હતો ત્યારે ગર્વની લાગણીનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી.

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, ‘વિક્રાંત વિશાલ છે, વિરાટ હૈ, વિહંગમ છે વિક્રાંત ખાસ છે,. વિક્રાંત માત્ર યુદ્ધ જહાજ નથી. તે 21મી સદીના ભારતની સખત મહેનત, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે,  વધુમાં પીએમ મોદીએ કહ્યું  કે . જો લક્ષ્યો લાંબા હોય, યાત્રાઓ લાંબી હોય, મહાસાગરો અને પડકારો અનંત હોય તો ભારતનો જવાબ છે વિક્રાંત. સ્વાતંત્ર્ય પર્વના અમૃતનું અનુપમ અમૃત એટલે વિક્રાંત. વિક્રાંત એ ભારતનું આત્મનિર્ભર બનવાનું અનોખું પ્રતિબિંબ છે.

વિક્રાંત એ ભારતમાં બનેલ અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે; નેવી અનુસાર તે બે ફૂટબોલ મેદાન જેટલું મોટું છે. ₹20,000 કરોડના ખર્ચે બનેલ, તેમાં અત્યાધુનિક સુવિધાઓ છે.જહાજને તેના પ્રસિદ્ધ પુરોગામી તરીકે સમાન નામ આપવામાં આવ્યું છે – ભારતનું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર, જેણે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આજે ભારત એવા દેશોમાં જોડાય છે જે સ્વદેશી ટેક્નોલોજીથી આવા મોટા એરક્રાફ્ટ કેરિયર્સ બનાવે છે. આજે INS વિક્રાંતે ભારતને નવા વિશ્વાસથી ભરી દીધું છે.