- પીએમ મોદી નિરજ ચોપરાને તાલિમ આપતા જોઈને ગદગદ થયા
- પોતાના ટ્વિટર પર ટ્રેનિંગ આપતો વીડિયો શેર કર્યો
દિલ્હીઃ- નિરજ ચોપરા હવે દુનિયાભરમાં જાણીતું નામ બની ચૂક્યું છે, ત્યારે વિતેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ભાવિ ચેમ્પિયન સાથે જોઈને દંગ રહી ગયા.
પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર નીરજ ચોપરાનો બાળકોને તાલીમ આપતો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભવિષ્યના ચેમ્પિયન સાથે જોવા મળી રહ્યો છે.પીએમ મોદીએ નિરજ ચોપરાને તેમના જેવા બીજા રમતવીરોને તાલિમ આપતા જોઈને પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને નિર ચોપકાની પમ પ્રસંશા કરી હતી.
ઉલ્લેખનીય છે કે નિરજ ચોપરા ગઈકાલે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ અમદાવાદ, ગુજરાતની એક શાળામાં ભાવિ ચેમ્પિયનને તાલીમ આપવાની કેટલીક ખાસ ક્ષણો ટ્વિટ કરી. ટ્વિટ્સની શ્રેણીમાં, પીએમ મોદીએ નીરજ ચોપરાની વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરવા અને તેમને રમતગમત અને ફિટનેસ માટે પ્રેરિત કરવા બદલ પ્રશંસા કરી.
Great moments! https://t.co/QcZeDMk5q6
— Narendra Modi (@narendramodi) December 5, 2021
વીડિયો શેર કરતાં પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘યુવાન વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અને તેમને રમતગમત અને ફિટનેસ માટે પ્રેરિત કરવા માટે નીરજ ચોપરા દ્વારા આ એક શ્રેષ્ઠ પહેલ છે. આવા પ્રયાસોથી રમતગમત અને અભ્યાસ પ્રત્યેની ઉત્સુકતા વધશે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા એટલે કે શનિવારે નીરજ ટોપરા અમદાવાદની સંસ્કારધામ શાળામાં હતો, જ્યાં તે વિદ્યાર્થીઓને મળ્યો અને તેમની સાથે બરછી ફેંક, વોલીબોલ અને તીરંદાજી જેવી ઘણી રમતોમાં ભાગ લીધો.