Site icon Revoi.in

પીએમ મોદીએ ક્લાઈમેટ સમિટની મહત્વપૂર્ણ ક્ષણોનો વીડિયો શેર કર્યો, કહ્યું ‘થેંક્યું દુબઈ’

Social Share

દિલ્હી – પીએમ મોદી  30 નવે,મ્બર થી 2 દિવસ યુએઇ ની યાત્રા પર હતા કલાઈમેટ સમિટમાં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ-28 માં હાજરી આપ્યા પછી, વડા પ્રધાન મોદીએ COP28નો એક વિડિયો શેર કર્યો હતો અને વધુ સારા ગ્રહ માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ ક્લાઈમેટ સમિટમાં હાજરી આપી હતી આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈની ઐતિહાસિક મુલાકાત ખતમ કરીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હી પરત ફર્યા હતા. COP28 વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં હાજરી આપ્યા બાદ PM મોદીની UAEની એક દિવસીય મુલાકાત શુક્રવારે સમાપ્ત થઈ.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને મહત્વપૂર્ણ ક્ષણો શેર કરી. વિડિયોમાં તેમની દ્વિપક્ષીય બેઠકો, વૈશ્વિક નેતાઓ સાથેની વાતચીત અને ક્લાઈમેટ ચેન્જ સામે તમામ દેશોના યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરતા તેમના શિખર સંબોધનની ઝલક પણ દર્શાવવામાં આવી હતી.શેર કરેલ આ વીડિયોમાં, પીએમ મોદી દુબઈમાં COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટની બાજુમાં ઘણા વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવતા અને વાત કરતા જોવા મળ્યા હતા.

https://twitter.com/narendramodi/status/1730638708645523919?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1730638708645523919%7Ctwgr%5E63dece1a3824c0cb752e87534909ed83d45e64b1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Findia%2Fpm-modi-share-video-of-key-moments-from-climate-summit-and-syas-thankyou-dubai-4626129

પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, “આભાર, દુબઈ! તે એક અર્થપૂર્ણ #COP28 સમિટ હતી, ચાલો આપણે બધા એક સારા ગ્રહ માટે સાથે મળીને કામ કરીએ.” સમિટ દરમિયાન પીએમ મોદીએ કિંગ ચાર્લ્સ ત્રીજાને પણ મળ્યા હતા. પીએમ મોદીએ કિંગ ચાર્લ્સને ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં મહત્વનો અવાજ ગણાવ્યો હતો.