Site icon Revoi.in

મહાન કથક કલાકાર બિરજુ મહારાજના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

 

દિલ્હીઃ- આજ રોજ સોમવારે જાણીતા કથક ડાન્સર બિરજુ મહારાજનું હાર્ટએટેકના કારણે 84 વર્ષની વયે અવસાન થયું છે ત્યારે દેશનાવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે તેમનું ચાલ્યા જવું સંપૂર્ણ  કલા જગત માટે એક એક અવિશ્વસનીય નુકસાન છે. મહારાજ તરીકે જાણીતા બનેલા બ્રિજ મોહન મિશ્રાને સામાન્ય રીતે લોકો મહારાજ જી તરીકે સંબોધતા હતા.ઉલ્લેખનીય છે કે આજે બિરજુ મહારાજે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે.

પીએમ મોદીએ એક ટ્વિટમાં કહ્યું કે , “પંડિત બિરજુ મહારાજ, જે સમગ્ર વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે, મને બિરજુ મહારાજના નિધનથી ખૂબ જ દુ: ખ થયું છે. તેમનું જવું સંપૂર્ણ કલાજગત માટેઅવિશ્વસનીય નુકસાન છે. આ દુઃખના મસયમાં મારી સહાનુભૂતિ તેમના પરિવારો અને ચાહકો સાથે છે.