Site icon Revoi.in

પીએમ મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાત કરી,આતંકવાદ સહિત આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી.વિભિન્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદે પણ શુક્રવારે પ્રાદેશિક વિકાસની ચર્ચા કરી અને સંમત થયા કે વિશ્વમાં આતંકવાદ અને ઉગ્રવાદ માટે કોઈ સ્થાન નથી. આ સાથે તેમણે આ પ્રકારની તાકાતો સામે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ઉભા રહેવાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે.

પીએમ મોદી અને શેખ મોહમ્મદ વચ્ચેની આ વાતચીત તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજો અને યુદ્ધગ્રસ્ત દેશમાંથી અમેરિકી સૈનિકોના પાછા ખેંચવાની ઘટનાક્રમ વચ્ચે થઇ છે. આ ચર્ચામાં મોદીએ કોવિડ -19 મહામારી દરમિયાન ભારતીય સમુદાયને યુએઈના સહયોગની પ્રશંસા કરી અને 1 ઓક્ટોબર 2021 થી દુબઈમાં યોજાનારા એક્સ્પો -2020 માટે શુભેચ્છાઓ પણ આપી.