Site icon Revoi.in

 પીએમ મોદીએ રાજ્યના સીએમ પટેલ સાથે ફોનપર કરી વાત – ચક્રવાત બિપરજોયને લઈને શક્ય તમામ મદદની ખાતરી આપી

Social Share

ગાંઘીનગરઃ- સમગ્ર દેશમાં હાલ બિપરજોય વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે ,વાવાઝોડાને લઈને એનડીઆરએફની ટિમો તૈનાત છે તો સાથે જ દરેક સ્થિતિને પહોંચી વળવા પીએમ મોદીએ વિતેલા દિવસે ખાસ બેઠક પણ બોલાવી હતી ત્યારે હવે પીએમ મોદી એ ગુજરાતની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સીએમ પટેલ સાથે ફોન પર વાત કરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ અઠવાડિયું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લાખો લોકો માટે ભયંકર બનશે . ચક્રવાતને સંપૂર્ણ રીતે પહોંચવામાં હજુ વિલંબ છે, પરંતુ તેણે તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. ભારે પવનને કારણે આ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત પણથયાં હતાં.

આ સ્થિતિને જોતા પીએમ મોદી પોતાની જાતને ફોન કરતા રોકી શક્યા ન હતા તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને મોડી રાત્રે ફોન કર્યો હતો.મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરતા પીએમ મોદીએ ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ અંગેની વર્તમાન પરિસ્થિતિ અને વહીવટીતંત્રની તૈયારીઓ વિશે પૂછપરછ કરી હતી.

આ સાથે જ પીએમ મોદી દ્રારા રાજ્યમાં આપત્તિના સમયે ગુજરાતને પણ સંપૂર્ણ મદદ કરવાની પણ  ખાતરી આપવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અહી કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી સાથે જ કેટલાક ભાગોમાં કલમ 144 લાગૂ કરાઈ છે તો શાળઆઓમાં પણ રજાઓ જાહેર કરાઈ છે.