પીએમ મોદીએ દૂતાવાસોના અધિકારીઓ સાથે વાત કરી,ઓપરેશન ગંગાને લઈને કાર્યની કરી સરહાના
- પીએમ મોદીએ દૂતાવાસોના આધિકારીઓ સાથે કરી વાત
- ઓરપેશન ગંગા બાબતે દરેક અધિકારીઓના કર્યા વખાણ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી રશિયાએ યુક્રેન પર હુમલો કરીને તબાહી મચાવી છે આ સ્થિતિમાં ભારતે પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવ્યું હતું જે સફળ સાબિત થયું છે, ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દુવસને મંગળવારે દૂતાવાસોના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાત કરી હતી, જેઓ ઓપરેશન ગંગામાં સામેલ હતા
ઉલ્લેખનીય છે કે ઓપરેશન ગંગા એ યુક્રેન કટોકટી દરમિયાન ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન છે.પીએમ મોદીએ હંગેરી અને રોમાનિયાના દૂતાવાસના કર્મચારીઓ સાથે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે લગભગ 23 હજાર ભારતીયો યુક્રેનથી વતન પરત ફર્યા છે. આવા સંજોગોમાં આ સ્થળાંતર કામગીરી હાથ ધરવી પડકારજનક હતી.
https://www.kooapp.com/profile/pbns_india
પીએમ મોદીએ કહ્યું કે અમે યુક્રેનમાંથી અન્ય 18 દેશોના નાગરિકોને પણ બહાર કાઢ્વામાં આવ્યા છે. અમે યુક્રેન અને તેના પડોશી દેશોને 90 ટનથી વધુ માનવતાવાદી સહાય મોકલી છે. તે જ સમયે, વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશનની સફળતા માટે અથાગ મહેનત કરવા બદલ ભારતીય સમુદાયના નેતાઓ, સ્વૈચ્છિક જૂથો, કંપનીઓ, ખાનગી વ્યક્તિઓ અને સરકારી અધિકારીઓની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ ઓપરેશન ગંગામાં સામેલ તમામ હિતધારકો દ્વારા દર્શાવવામાં આવેલી દેશભક્તિ, સમુદાય સેવાની ભાવના અને ટીમ ભાવનાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ યુક્રેન અને તેના પડોશી દેશોના નેતાઓ સાથેની તેમની અંગત વાતચીતને યાદ કરી અને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.
વિદેશમાં ભારતીયોની સુરક્ષા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ઉચ્ચ અગ્રતાનો પુનરોચ્ચાર કરતા PM એ યાદ કર્યું કે કોઈપણ આંતરરાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભારતે હંમેશા દેશના નાગરિકોને મદદ કરવા માટે તત્પર રહે છે. ભારતે કટોકટી દરમિયાન અન્ય દેશોના નાગરિકોને પણ માનવતાવાદી સહાય પૂરી પાડી હતી.