Site icon Revoi.in

PM મોદીએ  ઈઝરાયલના વડા નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત – દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા મામલે સહમતિ દર્શાવી

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી જ્યારથી સત્તામાં આવ્યા છએ ત્યારથી ભારત દેશના વિદેશ સાથએના સંબંધો વધુ મજબૂત બન્યા છે, ત્યારે હવે વિતેલા દિવસને બુધવારની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી.

ઓ વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ બંને નેતાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર સહમતિ દર્શાની છે. નેતન્યાહુએ છઠ્ઠી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ બે અઠવાડિયા પછી બંને નેતાઓ વચ્ચેની આ પહેલી વાતચીત છે.

આ વાતચીત બાબતે પીએમ મોદીએ પોતે ટ્વિટ કરીને આ અંગેની જાકારી શેક કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘મારા મિત્ર નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરીને આનંદ થયો. તેમની પ્રભાવશાળી ચૂંટણી જીત અને રેકોર્ડ છઠ્ઠી વખત વડા પ્રધાન બનવા બદલ અભિનંદન. ખુશી છે કે અમને ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને સાથે મળીને આગળ લઈ જવાની બીજી તક મળશે.

વડા પ્રધાન કાર્યાલય એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ નેતન્યાહુને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ તેમણે નેતન્યાહુને છઠ્ઠી વખત ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા .