Site icon Revoi.in

પીએમ મોદી એ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાત

Social Share

દિલ્હીઃ-  દેશના પ્રધાનમંત્રી જ્યારેથી દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ખૂબ જ નમજબૂત બન્યા છે અને ભારત વિશ્વની સાથે સાથે કદમ મિલાવીને ચાલતો દેશ બન્યો છે ત્યારે વિતેલા દિવસને શનિવારના રોજ પીએમ મોદીએ દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી હતી.

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ફોન પર વાતચીત કરી હતી. ભારતને દીપડા મોકલાવવા  માટે દક્ષિણ આફ્રિકાનો આભાર માન્યો.બંને નેતાઓ વચ્ચે અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ. દક્ષિણ આફ્રિકામાં શાંતિની પહેલની સાથે યુક્રેનમાં શાંતિ સ્થિરતાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા દક્ષિણ આફ્રિકા પાસે છે, આ મંચ પર સહકારની પણ વાતચીત પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામાફોસીએ G20ની ભારતની અધ્યક્ષતા માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું. બન્ને નેતાઓ વચ્ચેની  વાટાઘાટોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. એક નિવેદન અનુસાર, પીએમ મોદીએ આ વર્ષની શરૂઆતમાં 12 ચિત્તા ભારત મોકલવા બદલ તેમનો આભાર માન્યો હતો.

રાષ્ટ્રપતિ રામાફોસાએ વડા પ્રધાનને આફ્રિકન નેતાઓની શાંતિ પહેલ વિશે માહિતી આપી હતી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે યુક્રેનમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી ભારત તમામ પહેલને સમર્થન આપે છે.આ ટેલિફોનિક વાતચીતમાં, રામાફોસાએ ભારતના G20 અધ્યક્ષપદ હેઠળના ભારતના પ્રયાસો માટે તેમનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ તેમની ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.