દિલ્હીઃ તાજેતરમાં હમાસ ઈઝરાયલ વચ્ચે યુદ્દની ભયકંર સ્થિતિ ચાલી રહી છએ ત્યારે પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશના નેતાઓ સાથે આતંકવાદના મુદ્દાઓ પર ફોન પર વાતચીત કરી રહ્યા છે પીએમ મોદીએ ગઈકાલે બ્રિટનના પીએમ ઋષિ સુનક સાતે પોન પર વાત કરી હતી ત્યાર બાદ પીએમ મોદી એ UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ કહ્યું કે તેઓ આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને આ ક્ષેત્રમાં નાગરિકોના જાનહાનિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. પીએમ મોદીએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના માળખામાં વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીએ આ બાબતને લઈને લખ્યું કે “મારા ભાઈ અને UAEના પ્રમુખ એચએચ મોહમ્મદ બિન ઝાયેદ સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વાતચીત થઈ. અમે આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોના જાનહાનિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ.”
Had a good conversation with my brother HH @MohamedBinZayed, President of UAE, on the West Asia situation. We share deep concerns at the terrorism, deteriorating security situation and loss of civilian lives. We agree on the need for early resolution of the security and…
— Narendra Modi (@narendramodi) November 3, 2023
એટલું જ નહી પીએમ મોદીએ વધુમાં કહ્યું, “અમે સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિના વહેલા ઉકેલની જરૂરિયાત પર સહમત છીએ અને ટકાઉ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા બધાના હિતમાં છે.”
ઉલ્લેખનીય છે ગાઝામાં ઈઝરાયેલના હુમલાને કારણે લોકો શરણાર્થીઓનું જીવન જીવવા મજબૂર થઈ રહ્યા છે. આ યુદ્ધના કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ગાઝામાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે.જેને લઈને વિશ્વભરના નેતાઓએ ગાઝામાં હુમલા રોકવા અને યુદ્ધવિરામની માંગ કરી છે.