દિલ્હીઃ વિતેલી રાત્રે રાવણ દહન ઠેર ઠેર કરવામાં આવ્યું હતું દશેના પર્વની સાંજે રાવણનો વઘ કરવાની પરંપરા છે ત્યારે આ પરંપરામાં પ્રધાનમંત્રી મોદીએ પણ ભાગ લીઘો હતો પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદી દ્વારકા સેક્ટર 10માં ચાલી રહેલી રામલીલામાં પહોંચ્યા અને ત્યાં રાવણનું દહન કર્યું.
પીએમ મોદી એ સૌથી પહેલા અહીં પહોંચીને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ દરમિયાન, કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે આ દિવસે ભૂમિની રક્ષા માટે શાસ્ત્ર પૂજા કરવામાં આવે છે. આ તહેવાર અન્યાય પર ન્યાયની જીત, અહંકાર પર નમ્રતાની જીત અને ક્રોધ પર ધીરજની જીતનો તહેવાર છે.
વઘુમાં પીએમ મોદીએ કહ્યું કે આગામી રામનવમી પર રામલલાના મંદિરમાં ગુંજતી દરેક નોટ આખી દુનિયાને ખુશ કરશે. આજે આપણે ભગવાનનું સૌથી ભવ્ય મંદિર બનતું જોઈ રહ્યા છીએ. ભગવાન રામના જન્મસ્થળ પર બની રહેલું મંદિર સદીઓની રાહ પછી આપણે ભારતીયોની જીતનું પ્રતિક છે.
આ વખતે આપણે વિજયાદશમીની ઉજવણી ત્યારે કરી રહ્યા છીએ જ્યારે ચંદ્ર પરના આપણા વિજયને 2 મહિના થયા છે. વિજયાદશમી પર શસ્ત્રોની પૂજા કરવાની પણ પરંપરા છે. ભારતની ધરતી પર શસ્ત્રોની પૂજા કોઈ ભૂમિ પર આધિપત્ય માટે નહીં, પરંતુ તેની રક્ષા માટે કરવામાં આવે છે. નવરાત્રિની શક્તિપૂજાનો સંકલ્પ શરૂ કરતી વખતે આપણે કહીએ છીએ- યા દેવી સર્વભૂતેષૂ, શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: જ્યારે પૂજા પૂર્ણ થાય છે ત્યારે આપણે કહીએ છીએ-દેહિ, સૌભાગ્ય આરોગ્યં, દેહિ મે પરમં સુખમ, રૂપં દેહિ, જયં દેહિ, યશો દેહિ, દ્વિષોજહિ! આપણી શક્તિ પૂજા ફક્ત આપણા માટે જ નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિનાં સૌભાગ્ય, આરોગ્ય, સુખ, વિજય અને યશ માટે કરવામાં આવે છે. ભારતની ફિલસૂફી અને વિચાર આ જ છે. આપણે ગીતાનું જ્ઞાન પણ જાણીએ છીએ અને INS વિક્રાંત અને તેજસનું નિર્માણ પણ જાણીએ છીએ. આપણે શ્રી રામની મર્યાદા પણ જાણીએ છીએ અને આપણી સીમાઓની રક્ષા કેવી રીતે કરવી તે પણ જાણીએ છીએ. આપણે શક્તિ પૂજાનો સંકલ્પ પણ જાણીએ છીએ અને કોરોનામાં ‘સર્વે સંતુ નિરામયા’ના મંત્રને પણ માનીએ છીએ. ભારતની ભૂમિ આ જ છે. ભારતની વિજયાદશમી પણ આ જ વિચારનું પ્રતીક છે.
અહીં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું કે આગામી રામનવમી પર રામલલાના મંદિરમાં ગુંજતો દરેક સ્વર સમગ્ર દુનિયાને ખુશ કરશે. આજે આપણે ભગવાનનું સૌથી ભવ્ય મંદિર બનતું જોઈ રહ્યા છીએ. ભગવાન રામના જન્મસ્થળ પર બની રહેલું મંદિર સદીઓની રાહ પછી આપણે ભારતીયોની જીતનું પ્રતિક છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્ય ઘણા નેતાઓએ દશેરા તહેવારની ઉજવણી માટે દિલ્હીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
રાષ્ટ્રીય રાજધાની દ્વારકામાં આયોજિત એક કાર્યક્રમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને જાતિવાદ અને પ્રાદેશિકવાદના નામે દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહેલા પરિબળોને ખતમ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે દશેરા એ વિચારધારાઓને બાળવાનું પ્રતીક પણ હોવું જોઈએ જે ભારતના વિકાસ સાથે સંબંધિત નથી પરંતુ તેમના સ્વાર્થ પૂરા કરવા સાથે સંબંધિત છે.
અહીં દશેરા સમારોહમાં વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આ તહેવાર માત્ર રાવણના પૂતળા દહન અને રાક્ષસ પર ભગવાન રામના વિજય પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ તે દેશભક્તિની જીતનું પ્રતીક પણ હોવું જોઈએ