Site icon Revoi.in

અમેરિકા દ્રારા 105 જેટલી પ્રાચીન કલાકૃતિઓ દેશને પરત કરવા બદલ પીએમ મોદીએ આભાર માન્યો

Social Share

 

ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસએથી સ્વદેશ પરત ફરતી ભારતના વિવિધ પ્રદેશો અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતી 105 તસ્કરી કરાયેલી પ્રાચીન વસ્તુઓ બાબતે યુએસએનો આભાર માન્યો હતો.વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું છે કે “આનાથી દરેક ભારતીય ખુશ થશે. આ માટે યુએસએનો આભાર. આ અમૂલ્ય કલાકૃતિઓ પુષ્કળ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. તેમનું વતન પરત ફરવું એ આપણા વારસા અને સમૃદ્ધ ઈતિહાસને જાળવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”

ઉલ્લેખનીય છે કેપીએમ મોદી જ્યારથી દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી વિશ્વભરમાં ભારતનું સ્થાન ઊંચુ બન્યું છે વિશઅવભરમાં હવે ભારતની ગણના થઈ રહી છે ખાસ કરીને જો વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના ગાઢ સંબંઘો બન્યા છે જેને લઈને બન્ને દેશોના નેતાઓ અવાન નવાર એકબીજાના દેશની મુલાકાતે આવતા રહેતા હોય છે તાજેતરમાં જ પીએમ મોદી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા .

પીએમ મોદીની પહેલ પર અમેરિકાએ 2016થી અત્યાર સુધીમાં કુલ 278 કલાકૃતિઓ ભારતને સોંપી છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જૂનમાં યુએસની ઐતિહાસિક રાજ્ય મુલાકાતના પરિણામે સોમવારે ન્યુયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં યુએસ પક્ષ દ્વારા 105 દાણચોરી કરાયેલ પ્રાચીન વસ્તુઓ સોંપવામાં આવી હતી. આ 105 કૃતિમાંથી 47 કલાકૃતિઓ પૂર્વ ભારતની, 27 દક્ષિણ ભારતની, 22 મધ્ય ભારતની, 6 ઉત્તર ભારતની અને 3 પશ્ચિમ ભારતની છે.