- પીએમ મોદી એ.એમ.યુના શતાબ્દી સમારોહમાં લેશે ભાગ
- 1964 બાદથી ભાગ લેનારા પ્રથમ વડાપ્રધાન
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમારોહમાં લેશે ભાગ
- 22 ડિસેમ્બરે યોજાશે આ સમારોહ
મથુરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 100 વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. પીએમ 22 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારા આ સમારોહમાં ભાગ લેશે. 1964 બાદથી જ પીએમ મોદી દેશના પહેલા એવા વડાપ્રધાન હશે. જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કોઈપણ સમારોહમાં સામેલ થશે. આ પહેલા ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ 1964માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેને એએમયુ તરફથી એલએલડીની માનદ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એએમયુના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શતાબ્દી સમારોહમાં પહેલા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સામેલ થવાના હતા,જો કે,કોઈ કારણોસર તેમણે તેમની યોજના બદલી નાખી. હવે તેઓ ફેબ્રુઆરી 2021 માં સામેલ થશે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને શતાબ્દી સમારોહના તમામ કાર્યક્રમો ઓનલાઇન આયોજિત કરવામાં આવશે.
પીએમ મોદી મુખ્ય મહેમાનના રૂપમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંકના માધ્યમથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની શતાબ્દી સમારોહમાં મુખ્ય મહેમાનના રૂપમાં ભાગ લેશે. સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 22 ડિસેમ્બરે આ સમારોહમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ ‘નિશંક’પણ ઉપસ્થિત રહેશે.
એએમયુનું ઔપચારિક ઉદ્દઘાટન 17 ડિસેમ્બર 1920 ના રોજ કરવામાં આવ્યું હતું
મુહમ્મદ એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ 1 ડિસેમ્બર 1920 ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની હતી અને તે જ વર્ષે 17 ડિસેમ્બરે યુનિવર્સિટી તરીકે તેનું ઔપચારિક રૂપથી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. વીસીએ 22 ડિસેમ્બર માટે યાત્રા કાર્યક્રમ શેર કરી નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું કે, પીએમ નવનિર્મિત પરિસરના ગેટનું ઉદ્દધાટન કરી શકે છે, એક ડાક ટીકીટ અને એક સ્મારક ફોફ ટેબલ બુક આપી શકે છે. અને એએમયુ મેમોરેલેબિલિયા પર ‘ટાઇમ કેપ્સ્યુલ’ડફિંગમાં ભાગ લઈ શકે છે.
મુહમ્મદ એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના 1875માં સર સૈયદ અહમદ ખાને કરી હતી. 1920માં તેનું નામ બદલીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી રાખવામાં આવ્યું અને ઔપચારિક રૂપથી 17 ડિસેમ્બરે તત્કાલીન વીસી મોહમ્મદ અલી મોહમ્મદ ખાન, મહમુદાબાદના રાજા સાહેબ દ્વારા એક યુનીવર્સીટીના રૂપમાં ઉદ્દધાટન કરવામાં આવ્યું.
-દેવાંશી