- પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની મીટનું આયોજન કરવામાં આવ્યું
- પીએમ મોદી વિજ્ઞાન ભવન ખાતે કરશે સંબોધન
- આવતીકાલે સવારે 10 વાગ્યે કરશે સંબોધન
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી જુલાઈ 2022ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓની મીટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) દ્વારા વિજ્ઞાન ભવન ખાતે 30-31 જુલાઈ 2022 દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓ (DLSAs)ની પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની મીટનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠક સમગ્ર DLSAમાં એકરૂપતા અને સુમેળ લાવવા માટે એક સંકલિત પ્રક્રિયાની રચના પર વિચારણા કરશે.
દેશમાં કુલ 676 ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) છે. તેઓનું નેતૃત્વ જિલ્લા ન્યાયાધીશ કરે છે જેઓ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. DLSAs અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ (SLSAs) દ્વારા, NALSA દ્વારા વિવિધ કાનૂની સહાય અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. DLSA NALSA દ્વારા આયોજિત લોક અદાલતોનું નિયમન કરીને અદાલતો પરના બોજને ઘટાડવામાં પણ ફાળો આપે છે.