- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે મન કી વાત
- કોરોના-ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા
- અત્યાર સુધીમાં 78 એપિસોડ થઇ ચુક્યા છે ઓન એર
દિલ્હી: હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા છે.પરંતુ દેશમાં કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે. કોરોના મહામારીની કપરી સ્થિતિમાં દેશના વડાપ્રધાન મોદી અવારનવાર દેશની જનતાને સંબોધિત કરતા રહેતા હોય છે.આ સાથે જાપાનમાં ટોકિયો ઓલિમ્પિક ચાલી રહી છે.ત્યારે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે ફરી એક વખત પીએમ મોદી મન કી બાત કાર્યક્રમમાં આપણાને સાંભળવા મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. આ તેમનું 79 મુ સંબોધન હશે.તેને ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના પૂરા નેટવર્ક અને આકાશવાણી સમાચાર અને મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે.એક અધિકારીના નિવેદનમાં જણાવાયું હતું કે, આ કાર્યક્રમ ડીડી ન્યૂઝ, વડાપ્રધાન કાર્યાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ ઉપલબ્ધ થશે.
વડાપ્રધાન મોદી દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ મહામારી અને ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય દળ ઉપર મન કી બાત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કરી શકે છે. મન કી બાતના 78 માં સંસ્કરણ દરમિયાન, મોદીએ 27 જૂને કહ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લેટ્સે તેમના સ્થળોએ પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.
આ દરમિયાન પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે,નાગરિકોએ ખુલ્લા મનથી ખેલાડીઓનું સમર્થન અને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે સુપ્રસિદ્ધ દોડવીર મિલ્ખા સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી, જેમનું 19 જૂને કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. 27 જૂને પીએમ મોદીએ પણ રસીને લઈને લોકોમાં ખચકાટનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું કે ભારતે એક જ દિવસમાં મિલિયન લોકોને રસી આપવાનું સિદ્ધિ હાંસલ કરી છે.
વર્ષ 2014 થી આજ સુધી આ કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત થયા છે. ‘મન કી બાત’માં પીએમ મોદી લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલે છે અને કેટલાક પસંદ કરેલા લોકો સાથે વાત કરે છે