PM મોદી આવતી કાલે શીખ ગુરુ તેજ બહાદૂરના પ્રકાશપર્વ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે -કડક સુરક્ષા ગોઠવાઈ
- આવતી કાલે પીએમ મોદી રાષ્ટ્રને સંબોઘિત કરશે
- લાલ કિલ્લા પરથી કરશે સંબોધિત
- દિલ્હીમાં હિંસાને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો
- આવતી કાલે શીખ ગુરુ તેજ બહાદૂરના પ્રકાશવર્ષ
દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એઠલે કે 21 એપ્રિલના રોજ શિખ ગુરુ તેજ બહાદૂરના 400મા પ્રકાશવર્ષ પર રાષ્ટ્રને સંબોઘિત કરનારા છે.ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં તાજેતરમાં થયેલી હિંસાને જોતા વડાપ્રધાનના આ કાર્યક્રમથી અહીંની સુરક્ષામાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
આ કાર્યક્રમનું આયોજન મંત્રાલય દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવશે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને દેશ-વિદેશની અનેક અગ્રણી હસ્તીઓ ઉજવણીનો ભાગ બનતી જોવા મળશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ (જન્મદિવસ) પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં લેતા લાલ કિલ્લા પર એક બહુ-સ્તરીય સુરક્ષા કોર્ડન બનાવવામાં આવશે, જેમાં દિલ્હી પોલીસના 1,000 થી વધુ કર્મચારીઓ અને વિવિધ એજન્સીઓના દળોનો સમાવેશ થશે. અહીંથી પીએમ દેશને સંબોધિત કરશે.જેથી તેમની સુરક્ષામાં નાનામાં નાની વાતનું ધ્યાન આપવામાં આવશે.
સુરક્ષાને લઈને ખાસ બંદોબસ્ત ગોઠવાયો
પીએમ મોદીના આ કાર્યક્રને લઈને કડક સુપરક્ષા ગોઠવવામાં આવી રહી છે,લાલ કિલ્લા સંકુલની અંદર 100 થી વધુ સીસીટીવી કેમેરા પહેલેથી જ સજ્જ કારાય છે.આ સાથે જ પીએમ મોદી જ્યાંથી રાષ્ટ્રને સંબોધિત કરશે તે સ્થળ સહિત સ્થળો પર કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.આ સાથે જ પીએમ મોદી આ પ્રસંગે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.
જહાંગીરપુરી હિંસાને લઈને સતર્કતા દાખવવામાં આવી
પ્રાપ્ત માહિતી પ્રમાણે લાલ કિલ્લામાં NSG સ્નાઈપર્સ, SWAT કમાન્ડો, કાઈટ કેચર્સ, કેનાઈન યુનિટ અને શાર્પશૂટર્સ તૈનાત કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને, સામાજિક અંતરના ધોરણોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે આ ઐતિહાસિક સ્મારકને બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવ્યું છે જે સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ દરમિયાન થાય છે. હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં તંગ પરિસ્થિતિને કારણે, અમારે પણ વધુ સતર્કતા દાખવવામાં આવી છે.