Site icon Revoi.in

પીએમ મોદી મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘રાષ્ટ્રીય યુવા સંસદ’ મહોત્સવને સંબોધિત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ દરમિયાન મહોત્સવના ત્રણ રાષ્ટ્રીય વિજેતાઓ પણ તેમના વિચારો રજૂ કરશે. વડાપ્રધાન કાર્યાલયએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા,કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમતના મંત્રી કિરણ રિજિજુ પણ ઉપસ્થિત રહેશે.

એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ,રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનો ઉદ્દેશ 18 થી 25 વર્ષની વયના યુવાનોના વિચારો સાંભળવાનો છે. જે મત આપવા માટે હકદાર છે. અને આગામી વર્ષોમાં જાહેર સેવાઓ સહિતની વિવિધ સેવાઓમાં સામેલ થશે.

એનવાયપીએફની અવધારણા વડાપ્રધાનના 31 ડિસેમ્બર 2017 ના રોજ તેમના મન કી બાત ના સંબોધનમાં વ્યક્ત કરેલા વિચાર પર આધારિત છે. આ વિચારથી પ્રેરણા લેતા,પહેલો મહોત્સવ ભારતનો નવો અવાજ અને ઉકેલો શોધો અને નીતિમાં યોગદાન આપો”વિષયની સાથે 12 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી 2019 સુધી આયોજન કરવામાં આવ્યું હતું.

પીએમઓ મુજબ બીજો એનવાયપીએફ ઓનલાઇન માધ્યમથી 23 ડિસેમ્બર 2020 દરમિયાન આયોજિત કરવામાં આવ્યો હતો. અને પ્રથમ તબક્કામાં દેશભરના 2.34 લાખ યુવાનોએ ભાગ લીધો હતો. આ પછી 1 થી 5 જાન્યુઆરી 2021 સુધી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા રાજ્યની યુવા સંસદસભાનું અનુસરણ કરવામાં આવ્યું છે. બીજો એનવાયપીએફ સમાપન સમારોહ 11 જાન્યુઆરી 2021 ના રોજ સંસદના સેન્ટ્રલ હોલ ખાતે યોજાશે.

પીએમઓના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય યુવા મહોત્સવ દર વર્ષે 12 થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાય છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે નેશનલ યુથ ફેસ્ટિવલની સાથે એનવાયપીએફનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

-દેવાંશી