Site icon Revoi.in

PM મોદી 13 ઓક્ટોબરે  હિમાલચપ્રદેશના ચંબામાં જાહેર જનતાને સંબોધશે – પીએમના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત

Social Share

શિમલાઃ- હિમાચલ પ્રદેશ રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પમ સતત કક્રિય થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરે હિમાચલના ચંબાની મુલાકાત લેનાર છે.ઉલ્લેખનીય છે કે  બિલાસપુર એમ્સનું ઉદ્ઘાટન કર્યા બાદ 5 ઓક્ટોબરે પીએમ મોદીની નવ દિવસમાં આ બીજી મુલાકાત હશે.

રાજ્યના  નમુખ્યમંત્રીએ જણાવ્યું કે “વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન પ્રખ્યાત ચંબા ચૌગાન ખાતે એક જાહેર સભાને સંબોધશે,પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY III) ના ત્રીજા તબક્કાના લોકાર્પણ ઉપરાંત, PM મોદી 180 મેગાવોટ બાજોલી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે, 48 મેગાવોટ ચાંજુ-III હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે પાયો નાખશે અને 30.5 મેગાવોટ દેવથલ માટે પાયો નાખશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષાબંદોબસ્ત ગોઠવાયો છે,પોલીસ શહેર અને આસપાસના વિસ્તારમાં ડ્રોન વડે સર્વેલન્સ રાખશે. ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને સંભાળવા માટે ચંબામાં 1 હજાર 500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

આ સાથે જ સુરક્ષામાં કોઈ ચૂંક ન આવે તે હેતુંથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પોલીસ કર્મચારીઓને પણ બોલાવવામાં આવશે. આ સાથે જ ડ્રોન દ્વારા દુકાનની સામે કોઈ વાહન પાર્ક કરેલું જોવા મળે તો તેના માલિકને તાત્કાલિક બોલાવી સૂચના આપવામાં આવે