Site icon Revoi.in

પીએમ મોદી 24 ડિસેમ્બરે વિશ્વ ભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે.

શતાબ્દી સમારોહના પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. વડાપ્રધાન આ યુનિવર્સિટીના કુલપતિ છે.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 1921માં વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તે દેશની સૌથી જૂની કેન્દ્રીય યુનિવર્સિટી છે. 1951માં યુનિવર્સિટીને સંસદના અધિનિયમ દ્વારા રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં વિશ્વભારતી યુનિવર્સિટી દેશની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે. અહિયાં આજે પણ ગુરુકુળ વ્યવસ્થાની જેમ ખુલ્લા આકાશની નીચે અભ્યાસ કરવામાં આવે છે.

તે ફક્ત ભારતની કેન્દ્રીય યુનિવર્સિટી જ નહીં, પરંતુ તે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વ ભારતીય યુનિવર્સિટીમાં દરેક જગ્યાએ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જો કે,અહીંયા આધુનિક અને ઓનલાઇન અભ્યાસ પણ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 100 વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને મિની ઇન્ડિયા તરીકે ઓળખાવી હતી.

-દેવાંશી