- પીએમ મોદી ચૂંટણી સભાને કરશે સંબોધિત
- બંને રાજ્યોમાં પીએમ મોદીની પહેલી રેલી
- બંગાળમાં 8, આસામમાં ૩ તબક્કામાં મતદાન
દિલ્લી: પીએમ નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.તેઓ બંગાળના પુરુલિયા અને આસામના કરીમગંજ જીલ્લામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
ચૂંટણી કાર્યક્રમની ઘોષણા બાદ બંને રાજ્યોમાં પીએમની પહેલી રેલી છે.પોતાના સંબોધનના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બંગાળના લોકોના મનમાં પરિવર્તનની ઇચ્છા જાગૃત થઇ છે. અને ભાજપનો સુશાસનનો એજન્ડા લોકોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની છે. જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં યોજાશે. ભાજપ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સત્તામાંથી હટાવવા માટે સંઘર્ષ કરી રહી છે,જ્યારે આસામમાં સતત બીજી વખત સત્તા પર આવવાનો પ્રયાસ કરી રહી છે.
-દેવાંશી