- અમેરિકાના રાષ્ટ્રપતિ દ્રારા આજે કોવિડ સમિટનું આયોજન
- પીSમ મોદી કોવિડના વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન ભારતે અનેક દેશઓને મદદ કરી છે આ સાથએ જ દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ અનેક દેશો સાથે વાતચીત કરીને કોરોનાની પરિસ્થિતિમાં અનેક સેવાઓ પુરી પાડી છે ત્યારે હવે પીએમ મોદી કોવિડ સમિટિમાં આજે ઓનલાઈન જોડાશે,જે અમેરિકા દ્રારા આયોજીત કરવામાં આવી છે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આયોજિત કોવિડ-19 પર બીજા વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પીએમ મોદીએ સપ્ટેમ્બર 2021ના રોજ આયોજિત પ્રથમ વૈશ્વિક સમિટમાં પણ ભાગ લીધો હતો.
વિદેશ મંત્રાલયે પોતાના જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર 12 મેના રોજ બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે. આ સાથે જ જણાવ્યું હતું કે આ સમિટિ યોજવાનો હેતુ સતત આવી રહેલા પડકારોનું સમાધાન કરવું અને મજબૂત વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા આર્કિટેક્ચર બનાવવા માટે નવી ક્રિયાઓને પ્રોત્સાહન આપવાનો છે.”