પીએમ મોદી 16 સપ્ટેમ્બરના રોજ એસસીઓ સમિટમાં ભાગ લેશે- અફઘાનની સ્થિતિ ચર્ચાના કેન્દ્ર પર હશે
- પીએમ મોદી લેશે SCO શિખર સમ્મેલનમાં ભાગ લેશે
- અન્ય સાત દેશોના વડાઓ પણ આ સમ્મેલનમાં લેશે ભાગ
- અફઘાનની સ્થિતિ બની શકે છે ચર્ચાનુે કેન્દ્ર
દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તાજેતરમાં જ બ્રિક્સ સમ્મેલનની અધ્યક્ષતા કરી હતી, આ સાથે જ હવે તેઓ આવનારી 16 સપ્ટેમ્બરના રોજ શંઘાઈ સહયોગ સંગઠનની સમિટમાં ભાગ લેનાર છે યોજાનાની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમ મોદી સહીતના સાત પડોશી દેશોના વડાઓ પણ પોતાની હાજરી નોંધાવશે.
મળતી માહિતી પ્રમાણે આ શિખર સમ્મેલનમાં ચર્ચાના કેન્દ્ર પર હાલની જે અફઘાનિસ્તાનની સ્થિતિ છે તે હોઈ શકે છે,અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સર્જેલી આતંકીઓ પ્રવૃ્તિ અને અત્યાચારો બાદ આ સમ્મેલન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાન સામે અમેરિકી સૈન્ય 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાંથી જતું રહેવુંપડ્યું છે, ત્યારે અહીં અફઘાનની સ્થિતિ તદ્દન બદલાય ચૂકી છે, સત્તાઓના સમીકરણ મોટા ફેરફાર નોઁધાયા છે, ત્યારે હવે આ બેઠકમાં અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ એસસીઓ સમિટમાં કુલ આઠ દેશોના સભ્યનો સમાવેશ થાય છે.જેમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન સામેલ છે. તાજિકિસ્તાન આ જૂથનું અધ્યક્ષ છે. આ બેઠક રાજધાની દુશાંબેમાં 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા છે જેમાં પીેમ મોદી પણ ભાગ લેશેય
કગેવામાં આવી રહ્યું છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ વર્ચ્યુઅલ રીતે આ સમિટમાં હાજરી નોંધાવી શકે છે,આ બેઠકમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનઅને અન્ય મધ્ય એશિયાના દેશો વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેશે.