UNSC ઃપીએમ મોદી આજે દરિયાઈ સુરક્ષા પર ઓપન ડિબેટની કરશે અધ્યક્ષતા -આમ કરનાર તે દેશના પ્રથમ વડાપ્રધાન બનશે
- પીએમ મોદી આજે ઓપન ડિબેટની કરશે અધ્યક્ષતા
- આમ કરનાર તે દેશના પહેલા પીએમ હશે
દિલ્હીઃપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દરિયાઈ સુરક્ષાના મુદ્દે ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠક ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
આ સાથે જ આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. તેમનો ઉદ્દેશ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર આપણી સ્થિતિ મજબૂત કરવાનો છે.
પીએમઓ દ્રારા આ બાબતે કહેવામાં આવ્યું છે કે,નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે. આ ખુલ્લી ચર્ચાના કેન્દ્રમાં દરિયાઇ અપરાધ અને આ ક્ષેત્રમાં સહકાર વધરવાનો હશે. ભૂતકાળમાં પણ યુએનએસસીએ દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ અપરાધના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી અને અનેક ઠરાવો પણ તે અંતર્ગત પસાર કર્યા હતા. જો કે, આ પ્રથમ વખત હશે જ્યારે આ વિષય પર ઉચ્ચ સ્તરની અને ખુલ્લી ચર્ચા ઊંડાણપૂર્વક થશે.
પીએમઓએ કહ્યું કે કોઈ એક દેશ દરિયાઈ સુરક્ષાના જુદા જુદા પાસાઓની ચિંતા કરી શકે નહીં. તેથી, યુએનએસસીમાં વ્યાપક વિષય તરીકે તેનોઆગળ વધારવું મહત્વપૂર્ણ છે. દરિયાઇ સુરક્ષામાં કાયદેસર દરિયાઇ પ્રવૃત્તિઓનું રક્ષણ કરવા માટે વ્યાપક અભિગમ હોવો જોઇએ અને સાથે દરિયાઇ ક્ષેત્ર માટે પરંપરાગત અને બિનપરંપરાગત બંને જોખમોનો સામનો કરવો જોઇએ.