પીએમ મોદી 14 જુલાઈના રોજ ફરી મંત્રીપરિષદની બેઠક બોલાવશેઃ કોરોનાની સ્થિતિ પર થષે મંથન
- 14 જુલાઈના રોજ ફરી મંત્રીપરિષદની બેઠક યોજશે પીએમ મોદી
- કોરોનાની સ્થિતિ અંગે થઈ શકે છે મનો મંથન
દિલ્હીઃ-તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટનો વિસ્તાર કર્યો હતો,ત્યારે હવે પીએમ મોદી પોતાની અધ્યક્ષતામાં 14 મી જુલાઈએ ફરી એક વાર મંત્રી પરિષદની બેઠક યોજનાર છે કેન્દ્રીય મંત્રીમંડળમાં જંગી ફેરફાર બાદ પીએમ મોદીની નવી ટીમ સાથેની આ બીજી બેઠક ગણાશે. આ બેઠકમાં વડા પ્રધાન કેબિનેટના નવા સભ્યોને તેમની નવી જવાબદારીઓ વિશે માહિતગાર કરશે અને મંત્રીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સૂચનો આપશે.
મળતી માહબિતી પ્રમાણે પીએમ મોદી કોરોનાની ત્રીજી લહેર સામેના વ્યવહાર માટેના પ્રબંધન અને ભાવિ રોડમેપ અંગે દરેક મંત્રીઓ પાસેથી સંક્ષિપ્ત યોજના માગશે. આ સિવાય પીએમ મોદી દેશના વિકાસ અને અર્થતંત્રને લગતી અન્ય બાબતો પર ચર્ચા કરી શકે છે.
આ સાથે જ ગુરુવારે મળેલી બેઠકમાં વડા પ્રધાને કોરોના સામેની લડતમાં કોઈપણ પ્રકારની ઢિલ ન મૂકવા અંગેની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એવા ફોટોઝ અને વીડિયો સામે આવ્યા છે જ્યાં લોકોની બેદરકારી દેખાય રહી છે. આ દુખની વાત છે. લોકો માસ્ક વિના ફરતા હોય છે અને સામાજિક અંતરને અનુસરતા નથી. તેણે કહ્યું કે આવા દ્રશ્યોથી ભય લાગે છે.
ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળમાં પીએમ મોદીએ 43 મંત્રીઓને સામેલ કર્યા હતા,જેમાંથી 36 મંત્રીઓ નવા ચહેરાઓ હતા જ્યારે 7 મંત્રીઓ એવા હતા કે જેમને પ્રમોશન આપવામાં આવ્યું છે.નવા મંત્રીમંડળ બન્યા બાદ નવા મંત્રીઓએ પોતાનો કાર્યભઆર સંભાળી લીધો છે.