- પીએમ મોદી 8 એપ્રિલના રોજ તેલંગણાને આપશે મોટી ભેંટ
- 11,355 કરોડના અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જૂદા જૂદા રાજ્યોને અનેક વિકાસ યોજનાઓની ભએંટ આપી રહ્યા છએ ,કોરોડોના ખર્ચે અનેક પ્રોજેક્ટનો આરંભ કરાવી રહ્યા છે આજ શ્રેણીમાં હવે પીએમ મોદી 8 એપ્રિલે કરોડોની ભેટ તેલંગણાને આપવા માટે હૈદરાબાદ આવશે.
પીએમ મોદી તેલંગાણામાં 11,355 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે, જેમાં સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવવાનો સમાવેશ થાય છે.
પીએમ મોદી સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના 715 કરોડના ખર્ચે પુનઃવિકાસ અને આધુનિકીકરણ તરફ હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન પણ કરશે, આ સહીત પીએમ મોદી સિકંદરાબાદ-મહબૂબનગર રેલ્વે લાઇન પર રૂ. 1,410 કરોડના ખર્ચે 85 કિલોમીટરના સેક્શનને બમણું કરવાનું પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ અંગે વિતેલા દિવસને રવિવારે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયમાં માહિતી શેર કરવામાં આવી છે જે પ્રમાણે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર,પીએમ મોદી તેલંગાણાના સિકંદરાબાદ અને પડોશી આંધ્ર પ્રદેશમાં તિરુપતિ વચ્ચેની ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવશે. દેશમાં શરૂ થનારી આ 13મી વંદે ભારત ટ્રેન હશે.
ઉલ્લેખનીય છે કે હાલ સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચેની યાત્રાનો સમય લગભગ 12 કલાક છે ત્યારે હવે આ ટ્રેનના આરંભથી આ સમય ઘટીને 8.5 કલાક થવાની ધારણા છે, બે તેલુગુ ભાષી રાજ્યો વચ્ચે ચાલનારી આ બીજી વંદે ભારત ટ્રેન હશે.
આ અગાઉ પીએમ મોદીએ 15 જાન્યુઆરીના રોજ સિકંદરાબાદ અને આંધ્ર પ્રદેશના બંદર શહેર વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવાને ડિજિટલી ફ્લેગ ઓફ કરી હતી. બંને રાજ્યોને જોડનારી આ પહેલી વંદે ભારત એક્સપ્રેસ હતી.